હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી કલીનીક ચલાવતા બોગસ ડોકટર ઝડપાયો


SHARE









વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી કલીનીક ચલાવતા બોગસ ડોકટર ઝડપાયો 

જિલ્લામાં કોરોનાની મહામારીમાં દર્દીઓના સ્વાસ્થય અને જીવન સાથે ચેડા કરતા ડીગ્રી વગરના અને બોગસ મેડીકલ ડીગ્રી ધરાવતા નકલી ડોકટરોને શોધી કાઢવા અભિયાન  ચાલી રહ્યું છે યુયારે મોરબી એસ.ઓ.જી.ના પીઆઇ જે.એમ.આલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવીરસિંહ પરમાર નાઓને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળી હતી જેના આધારે સરકારી ડો.એમ.પી.બોચિયા સાથે રાખી વાંકાનેર તાલુકાના ઢુવા ગામની ચોકડી નજીક માટેલ રોડ ઉપર શકિત ચેમ્બર્સમાં માનવ કલીનીક નામના દવાખાનામાં તપાસ કરવામાં આવી હતી ત્યારે કોઇપણ પ્રકારના સર્ટીફીકેટ કે ડીર્ગી વગર આરોપી કિર્તીભાઇ ડુંગરભાઇ ડોડીયા જાતે રાવળદેવ (ઉ.૩૨) રહે. મુળ સવપુરા તાલુકો કાંકરેજ હાલ રહે. રફાળેશ્વર મચ્છોનગર પાનેલી રોડ વાળો માનવ કલીનીક નામનું દવાખાનું ચલાવી મેડીકલ પ્રેકટીશ કરી દવાખાનામાં દવાનો જથ્થો તથા સાધનો રાખીને સારવાર કરતો હતો જેથી પોલીસે ૨૭,૭૮૨ નો મુદામાલ કબજે કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે આ કામગીરી રણજીતભાઇ ગઢવી, કિશોરભાઇ મકવાણા, રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકિ, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, સંદિપભાઇ માવલા તથા પ્રિયંકાબેન પૈજાએ કરેલ છે .




Latest News