મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં શ્લોક ફેફર અને શોર્ય પાડલીયા પાસ


SHARE











મોરબીમાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં શ્લોક ફેફર અને શોર્ય પાડલીયા પાસ

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં મોરબી તાલુકાનાં ચાચાપર ગામના રહેવાસી ભાવેશભાઈ સુંદરજીભાઈ ફેફરના દીકરો શ્લોક મોરબીની નિર્મલ વિદ્યાલયમાં ભણે છે તેને પણ પરીક્ષા આપી હતી અને તે મોરબી જીલ્લામાં પ્રથમ સ્થાને પાસ થયેલ છે મોરબીના તાલુકાનાં વાંકડા ગામે રહેતા સિરામિક ઉદ્યોગપતિ જયેશભાઇ પાડલીયા (લીવાંટો સિરામિક)નો દીકરો શોર્ય જયેશભાઇ પાડલીયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને તેને જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપી હતી અને તેમાં તે પાસ થયેલ છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૨૧ માં આ શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને પાસ થયા હતા આમ જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને બંને વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા, ગામ અને પ્રાથમિક શાળાઓનું ગૌરવ વધાર્યું છે.






Latest News