મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદમાં જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું


SHARE







હળવદમાં જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની ૧૦ ટકા અનામત હટાવવાના નિર્ણય અંગેપુનઃવિચારણા કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીની સુચનાથી હળવદ મામલતદારને જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા આવેદન આપેલ છે ત્યારે જિલ્લા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ આહીર, હળવદ તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ જીલુભાઈ પરમારપ્રદેશના આગેવાન  ઓબીસીના ડો.લખમણભાઇ કંઝારિયા, કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ જારિયા તેમજ  સુરેન્દરનગરના ઓબીસી પ્રભારી નારણભાઇ સોનગ્રા, હળવદ ઓબીસી ઉપપ્રમુખ ઘનશ્યામ ભાઈ, ગોપાલભાઈ ભરવાડ ઓબીસી મહામંત્રી ઓઘાભાઇ મહામંત્રી ઓબીસી બાબુભાઈ, ઓબીસી મંત્રી જીજ્ઞેશભાઇ પીપળીયા, રાજુભાઇ તેમજ હળવદ ઓબીસીના આગેવાનો હાજર રહ્યા હતા અને ગુજરાતમાં જે સાડા ત્રણ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે તેમાં ૧૦ ટકા ઓબીસી સરપંચોની અનામત જગ્યાઓ રદ થવા અને સામાન્ય સીટ કરવા માટે જે નિર્ણય લીધો છે તેની સામે પુનઃવિચારણા કરીને ઓબીસી સમાજને આર્થિકસામાજિક અને રાજકીય નુકસાન ન થાય તે અંગે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે






Latest News