મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

માળીયા (મી)માં હોટલે ચા પીધા પછી રૂપિયા નહીં આપતા છરી-ધારિયા વડે મારામારી: સામસામી ફરિયાદ


SHARE







માળીયા (મી)માં હોટલે ચા પીધા પછી રૂપિયા નહીં આપતા છરી-ધારિયા વડે મારામારી: સામસામી ફરિયાદ

માળીયા મિયાણાંમાં આવેલ આશીષ હોટલની સામે રિયાઝભાઈ અલ્યાસભાઈ સખાયાની ચા પાણીની હોટ્લ આવેલ છે ત્યાં ચા પીવા માટે આવેલા બે ભાઈઓએ ચા પી લીધા પછી રૂપિયા આપેલ ન હતા જેથી કરીને છરી અને ધારિયા વડે મારા મરીનો બનાવ બનેલ હતો જેમાં બે વ્યક્તિઓને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા હતા અને ત્યાર બાદ સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયામાં આવેલ આશીષ હોટલની સામે રિયાઝભાઈ અલ્યાસભાઈ સખાયાની ચા પાણીની હોટ્લ પાસે મારા મરીનો બનાવ બનેલ હતો જેમાં સામસામી ફરિયાદ પણ નોંધાઈ છે અને માળીયા (મી)ની રાખોળીયા વાંઢ વિસ્તારમાં રહેતા રીયાઝભાઇ અલ્યાસભાઇ સખાયા જાતે મિયાણા (ઉ.૩૪)એ નિજામભાઈ જાનમામદભાઈ સામતાણી તથા સમીર જાનમામદભાઈ સામતાણી રહે. બન્ને રાખોડીયા વાઢ વિસ્તાર વાળાની સામે ફરિયાદ કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી નિજામભાઈ સાહેદ મહેબુબભાઇની હોટલે ચા પીધેલ તેના પૈસા મહેબુબભાઇએ માગતા આરોપી નિજામભાઈએ તેને ગાળો આપી હતી જેથી કરીને તેઓએ ગાળો બોલવાની ના પાડતા આરોપી નિજામભાઈએ મહેબુબભાઇને છરીનો એક ઘા ડાબા પડખામા મારી ઇજા કરી હતી તેમજ ફરીયાદીને માથામા છરીનો એક ઘા મારી ઇજા કરી હતી અને આરોપી સમિરે લોખડના સળીયા વડે મહેબુબભાઈને મારમારી પાસળીમા ફેકચર જેવી ઇજા કરી હતી અને ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાનની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સોની સામે આઇ.પી.સી કલમ ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

તો સમાપક્ષેથી નિજામભાઈ જાનમામદભાઈ સામતાણી જાતે મિયાણા (ઉ.૩૫)એ રિયાઝભાઈ અલ્યાસભાઈ સખાયા તથા મહેબુબભાઈ અલ્યાસભાઈ સખાયા રહે. બન્ને રાખોડીયા વાઢ વિસ્તાર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરીયાદીએ મહેબુબભાઈની હોટલે ચા પીધેલ હતી અને રિયાઝભાઈએ પૈસા માગતા ફરીયાદીએ પોતાની પાસે પૈસા નહી હોવાનુ કહ્યું હતું જેથી કરીને રિયાઝભાઈએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી હતી અને લુખ્ખાઓ ચા પીવા પૈસા વગર આવી જાવ છો તેમ કહેતા ફરીયાદીને ગુસ્સો આવતા ફરીયાદી એ છરી કાઢી આરોપી મહેબુબભાઈ અલ્યાસભાઈ સખાયાને મારી દેતા આરોપી રિયાઝભાઈએ હોટલમાથી ધારીયુ લઇ આવી ફરીયાદી યુવાનને માથામા ધારીયાના ઘા મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી જેથી પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News