હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે મચ્છુ માતાજીની રથયાત્રા: એસપીની હાજરીમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ


SHARE











મોરબીમાં કાલે મચ્છુ માતાજીની રથયાત્રા: એસપીની હાજરીમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

મોરબીમાં દરવર્ષે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન રબારી અને ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આવતીકાલે અષાઢી બીજના દિવસે શહેરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા લોકો જોડાશે ત્યારે મુખ્યમાર્ગો ઉપર હૈયું હૈયે દડાઇ તેટલી ભીડ હશે અને રસગરબાની રમઝટ પણ બોલશે તે પહેલા એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં ડીવાયએસપી મુનાફખાન પઠાણ તેમજ એ-ડીવીઝન પીઆઇ, એસઑજી પીઆઇ સહિતના અધિકારીની હાજરીમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફલેગ માર્ચ એ-ડીવીઝનના પીએસઆઈ સહિતના કર્મચારી જોડાયા હતા અને રથયાત્રાના રૂટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે જેથી શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ ડીવીઝન પીઆઈ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે અને ગઇકાલે હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની સાથે એસપીની હાજરીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ પણ કરવામાં આવી હતી






Latest News