મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી પાસે કારખાનામાંથી ૧.૧૮ લાખથી વધુની કિંમતના મેંદાના ૮૫ કટાની ચોરી


SHARE







મોરબીના નાની વાવડી પાસે કારખાનામાંથી ૧.૧૮ લાખથી વધુની કિંમતના મેંદાના ૮૫ કટાની ચોરી

મોરબી નજીક નાનીવાવડી ગામ પાસે આવેલ માધવ ગૌશાળા પાછળના ભાગમાં કારખાના તાળાં તોડીને તેમાંથી મેંદાના ૮૫ કટા (ગુણી) ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૧,૧૮,૧૫૦ રૂપિયાની કિંમતના માલની ચોરી થઇ હોવા અંગેની અજાણ્યા શખ્સની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના બેલા આમરણ ગામે રહેતા ઋત્વિકભાઈ દિનેશભાઈ બોડા જાતે પટેલ (ઉંમર ૨૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી નજીક નાની વાવડી ગામે માધવ ગૌશાળાની પાછળના ભાગમાં સંકેત ફૂડ પ્રોડક નામનું તેનું કારખાનું આવેલ છે આ કારખાનામાં તા.૨૨-૬ ના રાત્રીના ૧૦ થી લઈને બીજા દિવસે સવારના ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે કારખાના દરવાજાનાં તાળાં તોડીને કારખાનામાં પ્રવેશ કરીને તસ્કર દ્વારા નોબલ કંપનીનો મેંદાનો એક ગુણીમાં ૫૦ કિલો લોટ એવ ૮૫ કટાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને તસ્કર રૂા.૧,૧૮,૧૫૦ ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલ છે જેથી પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને આરોપીને શોધવા માટેની તજવીજ શરૂ કરી છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાછળ આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા ખુશીબેન દિનેશભાઈ શ્રીમાળી નામની ૨૦ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ કારણોસર ફિનાઇલ પી ગઈ હતી જેથી કરીને તેણીને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર પાટીદાર ટાઉનશીપ પાસે વાહન અકસ્માતનો બનાવો સર્જાયો હતો જેમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેવાસી લાભશંકરભાઈ રામજીભાઈ દાદલને ઇજાઓ પહોંચી હોય તેઓને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેઓ બાઇક લઇને જતા હતા ત્યારે કોઈ વાહન ચાલકે તેમને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.






Latest News