મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચીફ ઓફિસર-કર્મચારીઓની ગેરસમજ દૂર કરાવતા રિજયોનાલ કમિશ્નર: હડતાળ સમેટાઇ


SHARE







વાંકાનેરના ચીફ ઓફિસર-કર્મચારીઓની ગેરસમજ દૂર કરાવતા રિજયોનાલ કમિશ્નર: હડતાળ સમેટાઇ

વાંકાનેર પાલિકાના મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીઓ વચ્ચે ગેરસમજના લીધે વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી હતી જેથી કરીને રિજયોનાલ કમિશ્નર તાત્કાલિક વાંકાનેર દોડી આવ્યા હતા અને કર્મચારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા ત્યાર બાદ ચીફ ઓફિસર સાથે ચર્ચા કરીને ગેરસમજને દૂર કરાવી હતી જેથી કરીને હાલમાં વાંકાનેર પાલિકાના કર્મચારીઓની હડતાળ સમેટાઇ ગયેલ છે

ગઇકાલે વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી હતી અને અધિકારી દ્વારા યેનકેન પ્રકારે તેઓને હેરાન કરવામાં આવે છે તેમજ હંગામી કર્મચારીઓને 'તમારો કરાર આ મહિને રીન્યુ નહી કરવામાં આવે અને તમોને છુટા કરી દેવામાં આવશેતે સહિતની ધમકી આપવામાં આવી રહી છે તેવા આક્ષેપ સાથે પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી હતી જેની જાણ થતાની સાથે જ રિજયોનાલ કમિશ્નર નગરપાલિકા ડો.ધીમંતકુમાર વ્યાસ, અધિક કલેક્ટર એન.એફ.ચોધારી અને ચીફ ઓફિસર વર્ગ-૧ ટી.એન. શાસ્ત્રી વાંકાનેર પાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને ત્યાં હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓને પહેલા સાંભળ્યા હતા અને ત્યાર બાદ સ્થાનિક ચીફ ઓફિસર તેજલ મુંધવા સાથે વાતચિત કરી હતી અને ત્યાર પછી અધિકારી અને કર્મચારીઓ વચ્ચેની ગેરસમજને દૂર કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં કર્મચારીઓની હડતાળ સમેટાઇ ગયેલ છે અને વાંકાનેર પાલિકાની કચેરીનું રિનોવેશન કામ હાલમાં કરવામાં આવી રહ્યું છે તેને વહેલી તકે પૂરું કરવામાં આવે અન્ય જ્યાં સુધી રિનોવેશન કામ પૂરું ન થાય ત્યાં સુધી દરેક કર્મચારીને હાલમાં જે જગ્યાએ વાંકાનેર પાલિકાના અધિકારી અને કર્મચારીને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં તમામને બેસીને કામ કરવા માટેની સૂચના આપવામાં આવી છે






Latest News