મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

અમારા ઘરની સામે શું જોવે છે કહીને વાંકાનેરની મહાવીરનગર સોસાયટીમાં યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







અમારા ઘરની સામે શું જોવે છે કહીને વાંકાનેરની મહાવીરનગર સોસાયટીમાં યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

(શાહરૂખ ચૌહાણ દ્વારા)વાંકાનેર શહેરમાં આવેલ મહાવીરનગર સોસાયટીમાં કાકાના ઘરે આવેલા ભત્રીજો તેના કાકાના ઘર પાસે હતો ત્યારે તેના ઘરની સામે રહેતા યુવાને “અમારા ઘરની સામે શું જોવે છે” તેમ કહીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ અન્ય બે શખ્સોએ ત્યાં આવ્યા હતા બાદમાં ત્રણેય શખ્સોએ યુવાનને ગાળો આપી હતી અને યુવાનને માથાના ભાગે ઈંટનો ઘા ઝીંકી દીધો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને તેણે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ મહાવીર નગર સોસાયટીમાં રહેતો કિશનભાઇ વસંતભાઈ મકવાણા તેના કાકાના ઘર પાસે ઊભો હતો ત્યારે તેના કાકાના ઘરની સામેના ભાગમાં રહેતા રાહુલ વિનુભાઈ નામના શખ્સે “અમારા ઘર સામે શું જોવે છે” તેમ કહીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ રાહુલે અન્ય બે શખ્સ સંજય અને મનીષને ત્યાં બોલાવ્યા હતા અને ત્યારબાદ ત્રણેય શખ્સોએ ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ત્યારે મનીષ વિનુભાઈ નામના શખ્સે ફરિયાદી કિશન વસંતભાઈ મકવાણાને માથાના ભાગે ઈંટનો ઘા ઝીકિ દીધો હતો જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News