મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરા પાસે જન્મદિવસની કેક કાપી રહેલા યુવાનનો નજીવી વાતમાં ગાલ કાપી નાખ્યો


SHARE











વાંકાનેરના નવાપરા પાસે જન્મદિવસની કેક કાપી રહેલા યુવાનનો નજીવી વાતમાં ગાલ કાપી નાખ્યો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારની બાજુમાં જીઆઇડીસીના ખૂણા પાસે યુવાન તેના મિત્રો સાથે જન્મદિવસની કેક કાપી રહ્યો હતો ત્યારે ત્યાં આવેલા ચાર શખ્સો દ્વારા તેને ગાળો આપીને તેની સાથે મારામારી કરવામાં આવી હતી અને યુવાનને ગાલ ઉપર છરીનો ઘા ઝીંકી દીધો હતો તેમજ હાથે-પગે તેમજ વાસામાં લોખંડના પાઇપ મરેલ હતા તેમજ અન્ય એક વ્યક્તિને પણ છરી મારી હતી જેથી ઇજા પામેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને ચાર શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નવાપરા વિસ્તારમાં કન્યાશાળા સામેની શેરીમાં રહેતા ઋત્વિકભાઈ જગદીશભાઈ સારલાએ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હુસેન બ્લોચ, મયુર બાવાજી, એજાજ મોવર અને સાહિલ ઉર્ફે બાબો યુસુફભાઈ અફ્રિદી રહે. બધા મીલ પ્લોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો જન્મદિવસ હોવાથી તે પોતાના મિત્ર સાથે નાસ્તો કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે સાહેદ મુન્નાભાઈએ આરોપી મયૂર બાવાજીની સામે જોયુ હતું જે તેને સારું નહીં લાગતા તેણે તેઓની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ફરિયાદી યુવાન તેના મિત્ર સાથે જન્મદિવસની કેક કાપવા જતો હતો ત્યારે ચારેય આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદ યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારે હુશેન બ્લોચે છરી વડે ફરિયાદી યુવાનને જમણા ગાલ ઉપર એક ઘા ઝીંકી દીધો હતો જેથી તેના ગાલ ઉપર પાંચ ટાંકા આવેલ છે અને આરોપી સાહિલ ઉર્ફે બાબોએ ફરિયાદી યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો તેમજ બિસ્મિલભાઈને એજાજ મોવરે છરીનો ઘા માર્યો હતો આમ ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ઋત્વિક જગદીશભાઈ સારલાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News