હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીમાં કરોડોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં વૃદ્ધને વજેપર ગામના સર્વે નંબરની જમીનનું ખોટું સોદાખત કરી આપીને તેમની સાથે સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી માટે વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓને પકડેલા છે જે પૈકીનાં બે આરોપી જેલ હવાલે થયેલ છે અને ત્રણ આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના આલાપ રોડ ઉપર શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૫) એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા, સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ રહે.બધા મોરબી વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી કેમ કે, વૃદ્ધને વજેપર ગામની જમીનધારક કાંતાબેન તેમના બન્ને પુત્રના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી સોદાખતમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને સવિતાબેનને કાંતાબેન તરીકે ખોટુ સોદાખત કરી આપ્યું હતું અને ફરિયાદી ભગવાનજીભાઇ દેત્રોજાની સાથે સાડા ત્રણ કરોડની છેતરપીંડી કરી હતી આ ગુનામાં પોલીસે પહેલા પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમની ધરપકડ કરી હતી જે બંને આરોપીઓએ જેલ હવાલે થઈ ગયા છે

ત્યાર બાદ આ ગુનામાં પોલીસે હરેશ ઉર્ફે કોના નારણ જાકાસણીયા પટેલ (૫૭) રહે.આલાપ રોડ અંજલી પાર્ક શેરી નંબર -૨ મોરબી, અશોક દામજી કાસુન્દ્રા પટેલ (૪૩) રહે. રવાપર રોડ વ્રજ વાટીકા વ્રજ એપાર્ટમેન્ટ મૂળ રહે.આમરણ અને અંબારામ ડાયા બાવરવા પટેલ (૪૯) રહે.રવાપર કેનાલ ચોકડી સ્વાગત હોલ સામે એકતા એપાર્ટમેન્ટ મૂળ રહે.બરવાળા વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે અગાઉ રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થઈ જતાં આ ત્રણેય આરોપીને ફરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે આ આરોપીઓના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બાકીના મહીલા સહીતના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે 






Latest News