મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માતાના સ્મરણાર્થે દીકરાએ આપ્યું જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટમાં ૫૧,૦૦૦ નું અનુદાન


SHARE





મોરબીમાં માતાના સ્મરણાર્થે દીકરાએ આપ્યું જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટમાં ૫૧,૦૦૦ નું અનુદાન

મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાઓ કરવામાં આવી રહી છે ત્યારે વેલજીભાઈ ગોવિંદભાઈ હડીયલ અને દીનાબેન વેલજીભાઈ હડીયલ તરફથી તેમના માતા સ્વ.લાડુબેન ગોવિંદભાઈ હડીયલના સ્મરણાર્થે તેમના સુપુત્ર પુનિત વેલજીભાઈ અને પૌત્ર હર્ષિલના વરદ હસ્તે ૫૧,૦૦૦ નું અનુદાન જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટને આપવામાં આવેલ છે

મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ફ્રી એસી ઓક્સિજન એમ્બ્યુલન્સ સેવા સતવારા જ્ઞાતિ માટે તેમજ અંતિમયાત્રા માટે ફ્રી વૈકુંઠ રથ સેવા તમામ જ્ઞાતિ માટે તેમજ મોરબી સતવારા સમાજના કોઈપણ પરિવારમાં દુઃખદ અવસાન સમયે ક્રિયાકર્મ બાદ ઘેર પરત આવે ત્યારે ફ્રી ભોજન પહોંચાડવાની સાચી "શ્રદ્ધાંજલિ સેવા" જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમા સહભાગી થવા હડીયલ પરીવાર ૫૧,૦૦૦નું આર્થીક અનુદાન આપેલ છે તેવું જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ એન. કંઝારીયાએ જણાવ્યુ છે 




Latest News