મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના હોલ માતાજી મંદિરે બીજ મહોત્સવ ઉજવાશે: જૈન સોશિયલ ગ્રુપ અને બોપલીયા પરિવારના કાર્યક્રમ યોજાશે


SHARE











વાંકાનેરના હોલ માતાજી મંદિરે બીજ મહોત્સવ ઉજવાશે: જૈન સોશિયલ ગ્રુપ અને બોપલીયા પરિવારના કાર્યક્રમ યોજાશે

વાંકાનેરના જાલસીકા ગામમાં સોમવારે શ્રીહોલ માતાજીનો બીજ મહોત્સવ ઉજવવામાં આવશે. તેના માટેની તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે અને શ્રીહોલ માતાજીનો ૧૫ મો વાર્ષિક બીજ મહોત્સવ તા. ૨ ને સોમવારે મંદિરે ઉજવાશે. જેમાં ધ્વજારોહણ, ચંડી યજ્ઞ, સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તકે સંતો-મહંતો હાજર રહેશે અને ભક્તો માટે મહાપ્રસાદ બંને સમયમાં અવિરત ચાલુ રહેશે. જેથી આ કાર્યક્રમનો લાભ લેવા આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે

જૈન સોશિયલ ગ્રુપ

મોરબીના જૈન સોશિયલ ગ્રુપના ૪૧ વર્ષ પૂરા થાય છે અને સંગિની ફોરમને ૭ વર્ષ પૂરા થાય છે જેથી કરીને રવિવારના રોજ જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ નીતિનભાઈ ડી. મહેતા અને સંગિની ફોરમના પ્રમુખ જીજ્ઞાબેન જે. શાહ તથા તેમની ટીમનો શપથવિધિ સમારોહ યોજાશે. અને આ કાર્યક્રમ ઉમા ટાઉનશીપ ખાતે સાંજે ૫ વાગ્યે યોજાનાર છે જેમાં રીજીયન ચેરમેન ડો. ચેતનભાઈ વોરા ઉપસ્થિત રહેશે તે ઉપરાંત ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટ મનિષભાઈ દોશી તથા રીજીયન ચેરમેન કાર્તિકભાઈ શાહ પણ હાજર રહેશે આ ઉપરાંત માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, લાઈન્સ ક્લબ ઈન્ટરનેશનલના પૂર્વ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફ્તરી, સૌરાષ્ટ્ર રીજીયનના સેક્રેટરી નિલેશભાઈ કોઠારી પણ ઉપસ્થિત રહેશે.

બોપલીયા પરિવાર

ઓમનગર (નવા ખારચીયા) ખાતે તા ૧૪ ના રોજ સમસ્ત બોપલીયા પરિવાર દ્વારા કુળદેવી  બહુચરાજી માતાજીના મંદિરે ૨૦ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક વિધિ કરવામાં આવશે આ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે કુલદીપભાઈ ભગવાનજીભાઈ બોપલીયા (બગથળા) અને તેમના પત્ની વંદનાબેન કુલદીપભાઈ બોપલીયા રહેશે. અને બપોરે ૧૧:૧૫ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા ૧૩ ના રોજ રાતે માતાજીના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News