મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં એસટી ડ્રાઇવરે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી


SHARE







મોરબીમાં એસટી ડ્રાઇવરે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી

મોરબીમાં અગાઉ એસટીની બસો ધક્કા ગાડી જેવી હતી તેના સમાચાર દરેક મધ્યમમાં આવ્યા હતા ત્યારે આ અંગે મીડિયા સમક્ષ બોલનાર એસટી ડ્રાઇવરને સજાના રૂપે દંડ અને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલ અને ત્યાર બાદ તેને નોકરી ઉપર લઈને ગોંડલ બાદ જસદણ બદલી કરવામાં આવી છે આમ તે કર્મચારીને અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે જેથી કરીને તેને એસટીના મેનેજીંગ ડિરેક્ટર પાસે આત્મવિલોપનની મંજૂરી માંગી છે.

મોરબીમાં એસટીના ફિક્સ પગારદાર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ દોઢેક વર્ષ પહેલા એસટીની ધક્કા ગાડી છે તેવા સમાચાર દરેક મધ્યમમાં આવ્યા હતા ત્યારે તેને મીડિયામાં માહિતી આપી હતી જેથી કરીને તેને પાંચ પ્રકારની સજા કરવામાં આવી હતી જેમાં તેને છેલ્લે ગોંડલટી બદલી કરીને જસદણ મૂકવામાં આવેલ છે અને છેલ્લા દોઢ વર્ષથી કોઈપણ જાતના વાંક વગર એસટીના યુનિયન અગ્રણીઅધિકારીઓ દ્વારા માનસિક રીતે ત્રાસ આપીને હેરાન કરવામાં આવે છે અને તેનો દીકરો પણ બીમાર છે ત્યારે કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ મેનેજીંગ ડિરેક્ટરને પત્ર લખી આત્મવિલોપનની મંજૂરી માંગી છે અને આ પત્રની નકલ મુખ્યમંત્રીગૃહમંત્રીવાહન વ્યવહાર મંત્રી વિગેરેને મોકલવામાં આવી છે 






Latest News