મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના પલાસડી ગામેથી સગીરાનું અપહરણ


SHARE







વાંકાનેરના પલાસડી ગામેથી સગીરાનું અપહરણ

વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું  છે જેથી ભોગ બનેલ સગીરાની માતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા પલાસડી ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનનાર સગીરાની માતાએ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના શક્તિપરા હસનપરમાં રહેતા ધર્મેશભાઇ સુરેશભાઈ પનારાની સામે અપહરણ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના રાયધ્રા ગામના રહેવાસી ધીરુબેન અશોકભાઈ દેવીપુજક નામના ૫૨ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે માથક ગામની પાસે તેઓનું બાઇક અકસ્માતે સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી ધીરુબેન દેવીપુજકને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના નાના દહીંસરા ગામના રહેવાસી જીવાભાઈ કાસમભાઈ સુમરા નામનો યુવાન ગઇકાલે સાંજના સમયે પથારીમાં કોઈ કારણોસર અચાનક બેભાન થઈને ઢળી પડતાં તેઓને બેભાન હાલતમાં જ સારવાર માટે મોરબી ખસેડાયા હતા.આ બનાવ અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

હળવદ તાલુકાનાં ચરાડવા ગામે બોરમાંથી મોટર બહાર કાઢતા સમયે ટ્રેક્ટરની પાછળ મોટરને બાંધીને બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે અકસ્માત સર્જાતા વિજયભાઈ ઠાકરશીભાઈ ચાવડા નામના ૨૫ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.પોલીસે નોંધ કરીને બનાવ હળવદ પંથકનો હોય હળવદ પોલીસને આ અંગે જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News