મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારિયા ગામે ખેતરમાંથી ૯ બોટલ દારૂ-૧૯૨ બીયર સાથે એક પકડાયો


SHARE







વાંકાનેરના ગારિયા ગામે ખેતરમાંથી ૯ બોટલ દારૂ-૧૯૨ બીયર સાથે એક પકડાયો

વાંકાનેર તાલુકાના ગારિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૯ બોટલ દારૂ અને ૧૯૨ બીયરના ટીન સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસે દારૂની બોટલો અને બીયરના ટીન ક્યાંથી આવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ નાળિયેરી ગામના રહેવાસી અને વાંકાનેર તાલુકાના ગારિયા ગામની સીમમાં રહેતા વિજય જીવાભાઇ મેર જાતે કોળી (૨૨) ના કબજા ભોગવટા વાળા ખેતરમાં દારૂ બિયરનો જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૯ બોટલ દારૂ અને ૧૯૨ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૫૬૮૦ રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને વિજય જીવાભાઇ મેર જાતે કોળી (૨૨) ની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે ત્યાંથી લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવે છે






Latest News