મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે વાડીએ પડેલા ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાકને સળગાવી નાખનારા બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીના પંચાસર ગામે વાડીએ પડેલા ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાકને સળગાવી નાખનારા બે આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના પંચાસર ગામે વાડીમાં ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાક મૂકવામાં આવ્યો હતો જેમાં ગામની અંદર રહેતા બે શખસો દ્વારા આગ લગાવી હતી જેથી એરંડાનો પાક બળીને ખાખ થઈ ગયો હતો અને ખેડૂતને ૧૨.૬૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું આટલું જ નહીં ખેડૂતોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી માટે ભોગ બનેલા ખેડૂતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ માળીયા તાલુકાનાં કુંતસી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પંચાસર ગામે જામભા ઉમેદસિંહ જાડેજાની વાડીએ ઓરડીમાં રહેતા અને ત્યાં ખેતરમાં ખેતીકામ કરતા હીરાભાઈ ભનાભાઈ પરમાર જાતે દેવીપુજક (ઉંમર ૫૦) એ પંચાસર ગામની અંદર રહેતા ભવાનસિંહ અલૂભા ઝાલા અને ભુરુભા સુરુભા ઝાલા રહે. બંને પંચાસર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે પંચાસર ગામે વિઘોટીથી વાવેલ ૬૦ વીઘા જમીનમાં એરંડાનો પાક તૈયાર થઇ ગયો હતો અને ખેતરમાં ઢગલા કરીને પાકને મૂકવામાં આવ્યો હતો આ ઢગલામાં આરોપીઓએ આગ લગાવી દીધી હતી જેથી ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાક બળીને ખાખ થઇ ગયો હતો જેથી તેને ૧૨.૬૦ લાખ રૂપિયાની નુકશાની થયેલ હતી તેમજ આરોપીઓએ ખેડૂતોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ખેડૂતે નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ કરીને ભવાનસિંહ અલૂભા ઝાલા (૫૨) અને ભુરુભા સુરુભા ઝાલા (૫૪) રહે. બંને પંચાસર વાળાની ધરપકડ કરેલ છે






Latest News