હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના આંબેડકર ચોકમાં કબીર આશ્રમ ખાતે આરએસએસ દ્વારા રામ ખીચડીનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના આંબેડકર ચોકમાં કબીર આશ્રમ ખાતે આરએસએસ દ્વારા રામ ખીચડીનો કાર્યક્રમ યોજાયો

કોઈ ઉચ્ચ નથી કોઈ નીચ નથી તે ઉક્તિ ને ધ્યાન માં રાખી ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા સામાજિક સમરસતાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો અને મોરબીના આંબેડકર ચોકમાં આવેલ કબીર આશ્રમમાં રામ ખીચડીનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં  ૧૪૦ જેટલા બહેનો, ભાઈઓ અને બાળકોએ ભાગ લીધેલ હતો અને કબીર આશ્રમના મહંત કરસનદાસ બાપુએ આ પ્રસંગે  પ્રવચનમાં જણાવ્યું કે, ઈશ્વર કે પ્રકૃતિ આપણી સાથે ભેદભાવ ક્યારેય રાખતી નથી આપણે મનુષ્ય તરીકે કેમ જાતિગત, ઉચ્ચ નીચના ભેદભાવ રાખીએ છીએ? આ કાર્યક્રમના મુખ્ય વકતા વિજયભાઈ રાવલએ જણાવ્યું હતું કે સંતોને પ્રશ્ન પૂછવામાં આવે છે કે સમાજમાં સમરસતાનું કાર્ય ક્યાં સુધી કરશો? સંતોનો જવાબ છે કે માનવરૂપી ખારો દરિયો જ્યાં સુધી સમરસતાનો મીઠો દરિયો ન બને ત્યાં સુધી આ કાર્ય અવિરત કરતા જ રહીશું. આ ઉપરાંત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સંચાલિત શિવણ કેન્દ્રની બીજી બેન્ચ પૂર્ણ થતાં બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ છે આ શિવણ કેન્દ્રમાં આરતીબેન શુક્લા સેવા આપે છે. અને આ કાર્યક્રમના અંતે રામ ખીચડીનો મહાપ્રસાદ સૌ એ એક પંગતમાં લીધેલ હતો




Latest News