હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના કોંગી આગેવાને ઘરેલુ ગેસના બાટલામાં સબસીડી આપવા કરી માંગ


SHARE









મોરબીના કોંગી આગેવાને ઘરેલુ ગેસના બાટલામાં સબસીડી આપવા કરી માંગ

હાલમાં સરકાર દ્વારા ઘરેલું રાંધણ ગેસના બાટલા ભાવમાં અસહય વધારો કરવામાં આવેલ છે.ત્યારે મોરબીના કોંગી આગેવાને ઘરેલુ ગેસના બાટલામાં સબસીડી આપવા માટે માંગ કરી છે.

મોરબીના કોંગી આગેવાન અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજૂઆત કરીને ઘરેલુ ગેસના બાટલામાં સબસીડી આપવા માંગ કરેલ છે વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે આમ તો પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પણ અસહય જ છે. પરંતુ તેમાં પણ ઘરેલું ગેસના બાટલાનો ભાવ વધારો ઘરનું બજેટ ખોરવી નાંખનાર છે જેને લઇને ગૃહીણીઓમાં દેકારો બોલી ગયેલ છે.જો સરકાર કાશ્મીર ફાઈલ પિક્ચર કે જેના જોવાના કારણે જીવન જીવવામાં કોઈ તફ્લીક ન પડે લોકો ફિલ્મ ન જોવે તો પણ તેનું જીવન જીવી શકે જ છે. તેમ છતાં તેને ટેકક્ષ ફ્રી કરેલ છે.જયારે ઘરેલું ગેસની કીમત તો ડાયરેક્ટ ગરીબ અને માધ્યમ વર્ગના લોકોના જીવન ધોરણને અસર કરનાર પરિબળ છે તેનો ભાવ વધારો ઘણા લોકોને બે છેડા ભેગા કરવામાં તફ્લીક આપનાર છે. તેમ છતાં  તેમાં ભાવ વધારો કરેલ છે..! જે અસહ્ય છે.માટે લોકહીતમાં તેઓએ માંગણી કરેલ છે કે ગુજરાત સરકાર દ્વારા આ બાટલામાં ૪૦૦ રૂપિયા સબસીડી આપવામાં આવે જેથી કપીને લોકોને રાહત રહે.આ બાબતે યોગ્ય કરવા માંગ કરાયેલ છે.




Latest News