મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ભંગારના ડેલા પાસે થયેલ મારામારીમાં ત્રણની ધરપકડ


SHARE







 

મોરબીના વાવડી રોડે ભંગારના ડેલા પાસે થયેલ મારામારીમાં ત્રણની ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં નજીવી વાતે મારામારી થયેલ હતી જેમાં સામસામી ફરિયાદો પણ નોંધાઈ હતી તેના આધારે પોલીસે હાલમાં એક ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટી નજીક ભંગારના ડેલા બાજુ બાજુમાં માર મારીનો બનાવ બનેલ હતો જેમાં જુનુસ અબ્દુલ દલવાણી સંધિ (૩૬)એ આરીફ ઈસ્માઇલ દલ, ઈસ્માઇલ દલ, આરીફભાઇના પત્ની, ઇમરાન ઈસ્માઈલ દલ, એઝાઝ ઈસ્માઈલ દલ અને જાવેદ ઈસ્માઇલ દલ રહે. બધા વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી હતી અને લખાવ્યું હતુ કે, આરોપી આરીફે તેઓના ભંગારના ડેલા પાસે એંઠવાડની કુંડી રાખી હોય જે લઈ લેવા માટે કહ્યું હતું જેથી આરીફે ઝઘડો કરીને ગાળો આપી હતી અને ગાળો પાડવા આપવાની ના પાડતાં લાકડાના ધોકા અને પાવડા વડે તેને તથા અન્ય સાહેદો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ ગુનામાં તપાસ અધિકારી એ.એમ. ઝાપડિયાએ ઇમરાન ઈસ્માઈલ દલ (૩૩), એઝાઝ ઈસ્માઈલ દલ (૩૧) અને જાવેદ સલેમાન દલ (૪૧) રહે. બધા વાવડી રોડ કારીયા સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા રઘુભાઈ બચુભાઈ દાહીમાંને લખધીરપુર રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતાં બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જેથી તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા ઉર્મિલાબેન નંદલાલભાઇ હરજીભાઈ નામના ૫૩ વર્ષીય મહિલાને બાઇક સાથે અથડામણમાં ઇજાઓ થતાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના સામાકાંઠે પીપળી રોડ ઉપર આવેલ શિવમ સિરામિક નજીક રહેતો ગોપાલ અમરશીભાઈ બાબર નામનો ૨૬ વર્ષીય યુવાન બેલા-પીપળી વચ્ચે બાઈકમાં જતો હતો તે દરમ્યાનમાં તે પડી જતાં તેને પણ ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News