મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા બાબતે થયેલ મારા મારી બાદ નોંધાયેલ સામસામી ફરિયાદમાં આરોપીઓની ધરપકડ


SHARE







મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા બાબતે થયેલ મારા મારી બાદ નોંધાયેલ સામસામી ફરિયાદમાં આરોપીઓની ધરપકડ

મોરબીના ૨૫ વારિયામાં રહેતા યુવાને ઉછીના રૂપિયા આપ્યા હતા જે રૂપિયા પરત માંગતા રૂપિયા લેનારે તેની સાથે ઝપાઝપી કરી ગાળો આપી અને તેની પાસે રહેલ છરી યુવાનના નાક ઉપર મારી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને સામાપક્ષેથી પણ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ લઈને આ બંને ગુનામાં આરોપીઓની ધરપકડ કરેલ છે

મોરબીના દલવાડી સર્કલથી આગળના ભાગમાં આવેલ ૨૫ વારિયામાં રહેતા પ્યારૂ દાદુભાઈ પરમાર જાતે સલાટ (ઉંમર ૩૫)એ  ૨૫ વારિયામાં રહેતા સલીમભાઈ સુમરાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે સનાળા ગામ પાસે આવેલ સંગમ વોટર પાર્ક પાસે તે ઊભા હતા ત્યારે તેણે સલીમભાઈને અગાઉ હાથ ઉછીના પૈસા આપેલા હતા જે પૈસાની માગણી કરતા તે બાબતે સલિમભાઈને સારું નહીં લાગતા તેણે ગાળો આપી હતી હતી અને સલીમભાઈએ તેની પાસે રહેલ છરીનો એક ઘા તેને નાકમાં જમણી બાજુએ માર્યો હતો જેની ફરિયાદ આધારે પોલીસે આરોપી સલીમભાઈ ઉર્ફે ડેની હાજીભાઇ સુમરા (૩૫)  રહે. ૨૫ વારિયા મોરબી વાળાની ધરપકડ કરેલ છે

તો સામાપક્ષેથી સલીમભાઈ ઉર્ફે ડેની હાજીભાઇ સુમરા (૩૫) એ પ્યારૂ સલાટની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને તેઓ સંગમ વોટર પાર્ક પાસે ઊભા હતા ત્યાં આરોપીએ ત્યાં આવીને તેને ગાળો આપી હતી અને ગાળો દેવાની ના કહેતા તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે તેને માથામાં કપાળના ભાગે એક ઘા માર્યો હતો જેથી સલીમભાઈએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે પ્યારૂ દાદુભાઈ પરમાર જાતે સલાટ (ઉંમર ૨૬) રહે. ૨૫ વારિયા મોરબી વાળાની ધરપકડ કરેલ છે

દવા પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા અદેપર ગામની રહેવાસી કાજલબેન વશરામભાઈ રંગપરા નામની ૧૭ વર્ષીય યુવતી કોઇ કારણોસર ઝેરી દવા પી જતાં તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી જેથી હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કર્યા બાદ વધુ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.જ્યારે ટંકારા તાલુકાના મીતાણા ગામના રહેવાસી જીલુભાઇ કાનાભાઈ સોઢીયા નામના ૫૯ વર્ષીય આધેડને ટંકારાની મીતાણા ચોકડી પાસે બાઈકમાં જતા સમયે અન્ય વાહને તેઓને હડફેટે લેતાં જીલુભાઇ સોઢીયાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા.

વાહન પલ્ટી મારી જતા ઇજા

ધાંગધ્રા તાલુકાના અંજાર ગામના વતની ઘનશ્યામભાઈ પાંચાભાઇ ઝરવરીયા નામનો ૩૨ વર્ષીય યુવાન ચુડા નજીક ત્રણ પાસેથી તેનું છોટાહાથી ચલાવીને જતો હતો દરમ્યાનમાં રણ પાસે તેની છોટાહાથી પલટી મારી જતા ઇજાગ્રસ્ત ઘનશ્યામભાઈ ચેલૈયા ને ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો તે રીતે જ માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે રેલવે સ્ટેશન નજીક રહેતા રમણીકભાઈ ખીમાણીયા ની નવ વર્ષીય દીકરી ગોપીબેન રિક્ષામાંથી નીચે પડી જતાં તેમને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી






Latest News