મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબીના કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક કારખાનામાં રોજગારી માટે આવેલા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પરિવારજન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી અપહરણ, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો જેની તપાસ દરમિયાન હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને સગીરાને પણ હસ્તગત કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક ઉદ્યોગમાં રોજગારી મેળવવા માટે ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી તેમજ પરપ્રાંતમાંથી ઘણા પરિવારો આવતા હોય છે તેવી જ રીતે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પરિવાર મોરબી નજીક આવેલ સિરામિક કારખાનામાં રોજગારી માટે આવ્યો હતો દરમિયાન તેની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પરિવારજન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને ચાર દિવસમાં આરોપી ભાવેશભાઈ રત્નાભાઇ સોલંકી જાતે કોળી (ઉંમર ૨૧) રહે મૂળ વિછીયા તાલુકાના દડલી ગામ વાળાની ધરપકડ કરેલ છે અને સગીરાને પણ કબજામાં લઈને મેડિકલ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારાના ઘુનડા ગામના રહેવાસી દેવરાજભાઈ ટપુભાઈ કરોગા નામના ૬૮ વર્ષીય વૃદ્ધને ટંકારા-લતીપર રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઇજાઓ થતા દેવરાજભાઈને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના ખેરડા ગામે રહેતા મનિષાબેન ગણેશભાઈ સોલંકી નામની ૩૫ વર્ષીય મહિલા વધુ પડતી કેલ્શિયમની ગોળીઓ એકીસાથે ખાઇ જતાં તેણીને અસર થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા તેઓનો લગ્નગાળો ૧૬ વર્ષનો હોય હાલમાં તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીના ઇજા

મોરબીના જૂના ખારચીયા ગામે રહેતા ભરતભાઈ કાળુભાઇ રાઠોડ નામના ૨૫ વર્ષીય યુવાનને ગામમાં મારામારીના બનાવમાં ઇજાઓ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના ઈશ્વરભાઈ કલોત્રાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા કેશવજીભાઇ કરસનભાઈ સોલંકી નામના પચાસ વર્ષેીય આધેડને વાંકાનેર હાઇવે ઉપરના લાલપર ગામે કોઈ બાબતે મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News