મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર ગામે વાડીએ પાણીના નિકલનો રસ્તો બંધ કરનારા પિતા-પુત્રોને સમજાવવા ગયેલા યુવાનને માર માર્યો


SHARE







ટંકારાના વાછકપર ગામે વાડીએ પાણીના નિકલનો રસ્તો બંધ કરનારા પિતા-પુત્રોને સમજાવવા ગયેલા યુવાનને માર માર્યો

ટંકારા તાલુકાના વાછકપર ગામની સીમમાં આવેલ યુવાનની વાડીએથી પાણીના નિકાલનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી પાણીનો નિકાલ બંધ કરનારા પિતા-પુત્રોને સમજાવવા માટે યુવાન ગયો હતો ત્યારે યુવાનને અને તેની સાથે ગયેલા વ્યક્તિને ત્રણેય શખ્સોએ ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને આ નાગેની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના જુના જકાત નાકા પાસે કુવાડવા રોડ ઉપર શિવપરા શેરી નંબર-૨ માં રહેતા અને ચાંદી કામમાં મજૂરી કરતા ધર્મેશભાઇ મેઘજીભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત (૪૨) એ હાલમાં ભુપતભાઈ, તેનો દીકરો લાલો અને બીજો દીકરો આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓની વાડીએથી પાણીના નિકાલનો રસ્તો આરોપીઓએ વોંકડો બૂરીને બંધ કરી દીધો હતો જેથી કરીને આવું ન કરવા ફરિયાદી યુવાન સમજાવવા માટે ગયો હતો ત્યારે ત્યારે ભુપતભાઈ અને તેના બંને દિકરો ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ ફરિયાદી ધર્મેન્દ્રભાઈ તેમજ તેની સાથે ગયેલ વ્યક્તિને ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ભોગ બનેલા ધર્મેશભાઈ ડોડીયાએ સારવાર લીધા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે






Latest News