મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપરથી ગુમ થયેલ યુવાનનો મચ્છુ-૩ ડેમમાંથી મૃતદેહ મળ્યો


SHARE







મોરબીના રવાપર રોડ ઉપરથી ગુમ થયેલ યુવાનનો મચ્છુ-૩ ડેમમાંથી મૃતદેહ મળ્યો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રીલાયન્સનગર વિસ્તારમાં રહેતા અને મૂળ જેતપર (મચ્છુ) નો રહેવાસી પટેલ યુવાન ગત શનિવારથી ગુમ થયેલ જેથી તેમના પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન તેનું બાઇક મચ્છુ-૩ ડેમ નજીક હોટલ પાસેથી મળી આવ્યું હોય ડેમમાં તપાસ કરવામાં આવી રહી હતી ગઇકાલે રવિવારના રોજ પાલીકાના ફાયર વિભાગની ટીમે શોધખોળ કર્યા બાદ કોઇ પતો લાગ્યો ન હતો.જોકે આજે સવારે ફાયરની ટીમે કરેલ શોધખોળ દરમિયાન રવાપર રોડ ઉપરથી ગુમ થયેલા યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો.જેથી કરીને પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હતું અને બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહીતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલા રિલાયન્સનગર વિસ્તારમાં રહેતા વિનોદભાઈ મગનભાઇ અમૃતિયા નામનો ૪૫ વર્ષીય પટેલ યુવાન ગત શનિવારના રોજ ગુમ થયેલ હતો જેથી પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી અને બાદમાં તેઓનું બાઈક મચ્છુ-૩ ડેમ પાસે આવેલ હોટલ નજીકથી બીનવારસી હાલતમાં મળી આવ્યું હોય તેઓએ ડેમમાં ઝંપલાવ્યુ હોવાની ભીતિ સાથે પાલીકાના ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી.રવિવારના રોજ ડેમમાં તપાસ કરી હતી છતાં પણ વિનોદભાઈનો પત્તો લાગ્યો ન હતો અને આજે તા.૨૮-૩ ને સોમવારે સવારે ફાયરની ટીમ દ્રારા ડેમમાં તપાસ કરવામાં આવતા ડેમમાંથી ગુમ થયેલા વિનોદભાઈ મગનભાઇ અમૃતિયાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડીને બનાવ અંગે પોલીસ તેમજ પરિવારને જાણ કરવામાં આવી હતી.જેથી અમૃતિયા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.મૃતક વિનોદભાઈ મૂળ જેતપર (મચ્છુ) ગામના વતની હતા અને હાલ છેલ્લા થોડા સમયથી માનસિક અસ્વસ્થ હોવાનું તેમના પિતરાઈ ભાઈ પાસેથી જાણવા મળેલ છે હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતી રજિયાબેન ઉમેદભાઈ સુમરા નામની સાત વર્ષિય બાળકીને લીલાપર રોડ ઉપર આવેલ વિલ્સન પેપર મિલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જયારે મોરબીના પીપળી ગામ નજીક યોગ આશ્રમની પાસે ગાય દ્વારા ઢીક મારવામાં આવતા વાલજીભાઈ મહાદેવભાઇ જસાપરા નામના ૬૨ વર્ષીય આધેડને ઇજાઓ થતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.




Latest News