મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનની બહેને કરેલા કેસનો ખાર રાખીને બનેવીએ સાળાને પાઇપ વડે માર માર્યો


SHARE





મોરબીમાં રહેતા યુવાનની બહેને કરેલા કેસનો ખાર રાખીને બનેવીએ સાળાને પાઇપ વડે માર માર્યો

મોરબીમાં આવેલ લુહાર શેરી બાવા ઇમાનશારની દરગાર પાસે રહેતા યુવાનની બહેને તેના પતિની સામે ખાધા ખોરાકીનો કેસ કરેલ છે જે બાબતનો ખાર રાખીને તે યુવાનને તેના બનેવીએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને યુવાને તેના બનેવીની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ લુહાર શેરી બાવા ઇમાનશારની દરગાર પાસે રહેતા શબ્બીરભાઇ ઇશાભાઇ ખુરેશી જાતે મતવા (ઉ.૪૨)એ તેના જ બનેવી હુશેનભાઇ કાસમભાઇ બીજાણી રહે. જામનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગાંધીચોક ઇદરીશભાઇની પાનની કેબીન પાસે તેને હતો ત્યારે તેના બનેવીએ ત્યાં આવીને ફરિયાદી યુવાનની બહેને તેના પતિ સામે ખાધા ખોરાકિનો કેશ કરેલ છે જે કોર્ટમાં ચાલે છે તે બાબતેનો રોષ રાખીને બનેવીએ તેના સાળા સાથે પાછો ખેચી લેવા બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ લોખંડના પાઇપ વતી તેને બન્ને પગમાં માર માર્યો હતો જેથી સાળાએ તેના બનેવી સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, તથા જી.પી. એક્ટ કલમ.૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે






Latest News