મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામની વીજ કંપનીના કવાર્ટરમાં જુગાર રમતા નવા પકડાયા: ઘરધણીની શોધખોળ


SHARE





વાંકાનેરના ભલગામની વીજ કંપનીના કવાર્ટરમાં જુગાર રમતા નવા પકડાયા: ઘરધણીની શોધખોળ

વાંકાનેર તાલુકાનાં ભલગામની સીમ રાજકોટ-અમદાવાદ ને.હા.રોડ ઉપર આવેલ ૬૬ કે.વી સબ સ્ટેશનના કવાર્ટરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી ત્યાં હાજર મળી આવેલ નથી જો કે, પોલીસે ૩૪,૫૦૦ ના મુદામાલ સાથે આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકનેર તાલુકાનાં ભલગામની સીમ રાજકોટ-અમદાવાદ ને.હા.રોડ ઉપર આવેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનમાં રહેતા ચાપરાજભાઇ જોરૂભાઇ વેગડ રહે.ઢેઢુકી ને મુકેશભાઇ પ્રભુભાઇ સરવૈયા જાતે કોળીના કવાર્ટરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને વાંકાનેર પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ચાપરાજભાઇ જોરૂભાઇ વેગડ હાજર મળ્યો ન હતો જો કે, મુકેશભાઇ પ્રભુભાઇ સરવૈયા જાતે કોળી (૪૫), મયુરસીંહ જટુભા જાડેજા જાતે દરબાર (૫૪), ભરતભાઇ બેચરભાઇ જોલાપરા જાતે કોળી (૪૦), મહેશભાઇ કરશનભાઇ ચાવડા જાતે કોળી (૪૨), ક્રીપાલસીંહ બાબુભા જાડેજા જાતે દરબાર (૩૬), દીનેશભાઇ ભગવાનજીભાઇ ધોળકીયા જાતે કોળી (૬૩), પ્રવીણભાઇ ભાણજીભાઇ કુણપરા જાતે કોળી (૪૫), મયુરભાઇ હેંમતભાઇ સોલંકી જાતે અનુ.જાતી (૨૯) અને જયેશભાઇ રામભાઇ મઢવી જાતે બ્રાહમ્ણ (૩૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપીયા ૩૪,૫૦૦ ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવ્યા હતા જેથી પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News