મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ
Breaking news
Morbi Today

મોરબીમાં ધૂળેટીની ઉજવણી સમયે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી ગુમ થયેલ સગીરાનો હજુ કોઈ પત્તો નહી ?


SHARE





મોરબીમાં ધૂળેટીની ઉજવણી સમયે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી ગુમ થયેલ સગીરાનો હજુ કોઈ પત્તો નહી ?

મોરબીમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ ખાતે મુકવામાં આવેલ સગીરા ધૂળેટીના દિવસે ત્યાં એસપી સહિતના અધિકારીઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ગુમ થઈ ગઈ હતી જેથી કરીને આ મુદે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અપહરણની ફરિયાદ નોંધીને સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરી છે જો કે, ધુળેટીના દિવસથી ગુમ થયેલ સગીરાનો હજુ સુધીમાં કોઈ પત્તો લાગેલ નથી

મોરબી શહેર વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ ખાતે પોકસોના ગુનામાં પકડવામાં આવેલ આરોપીની સાથે મળી આવેલ સગીરાને મૂકવામાં આવી હતી અને તા. ૧૮ ના રોજ ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે તકનો લાભ લઈને બાથરૂમ જવાનું કહીને આ સગીરા ગુમ થઈ ગયેલ હતી જેથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને સગીરાના અપહરણની ફરિયાદ લઈને તેને શોધવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે જો કે, હજુ સુધી કોઈ જ્ગ્યાએથી સગીરાનો પત્તો લાગેલ નથી અત્રે ઉલેખનીય છે કે, ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ ખાતે જ્યારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે એસપી સહિતના અધિકારીઓ અને આગેવાનો ત્યાં હાજર હતાં અને ત્યારે સગીરા તકનો લાભ લઈને ત્યાંથી નીકળી ગયેલ છે અને સગીરા તેના ઘરે પણ પહોચી નથી તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને પોકસોના ગુનામાં જે આરોપીને પકડવામાં આવ્યો હતો તેની સાથે સગીરા મળી આવી હતી તે આરોપી હાલમાં જેલમાં છે ત્યારે સગીરા ગઈ કયા તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે 






Latest News