મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ તથા ઉમા ટાઉનશીપ  પરિવાર દ્વારા રકતદાન કેમ્પ યોજાયો


SHARE





મોરબીમાં લાયન્સ કલબ તથા ઉમા ટાઉનશીપ  પરિવાર દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

 રકતદાન દ્વારા જરૂરીયાતમંદોને નવું જીવન આપે છે.તેવી ઉમદા ભાવનાથી આ રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં આશરે ૮૦ જેટલાં ભાઈ-બહેનોએ પોતાના રકતનું દાન કરીને સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કર્યુ હતુ. આ રકતદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલ મોરબી અને સંસ્કાર બ્લડ બેન્કની ટીમના વોલિયન્ટરો દ્વારા લોહી એકત્રિત કરવામાં આવ્યું હતુ. અને આ કેમ્પ સામાકાંઠે આવેલી યુનિક સ્કૂલે યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં જે લોકોએ રકતદાન કર્યુ તે તમામ રક્ત દાતાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ સમાજના સેવા કાર્યમાં હરહંમેશ જેઓ ખુબ જ મોટું આર્થિક યોગદાન આપે છે તેવા જયદીપ એન્ડ કંપનીના દિલુભા જાડેજા તરફથી મોમેન્ટો આપીને રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં વૈષ્નાણી કાંતિલાલએ ૧૦૧ મી વખત રકતદાન કર્યુ હતુ અને તેઓએ જણાવ્યું હતુ કે, પોતાનું જીવન પૂરું થાય ત્યારે અંગદાનનો પણ સંકલ્પ કર્યો છે સાથે પરિવારની સંમતિ સાથેનું સ્વેછીક સંમતિપત્રક ભરી દીધુ હતુ. તેમજ મનુભાઈ જાકાસણીયાએ ૬૦ મી વખત રકતદાન કર્યુ હતુ આ બંને વ્યક્તિનું સંસ્થા દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતુ. આ રકતદાન કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાઅમરસીભાઈ અમૃતિયાઉમા ટાઉનશીપના પ્રમુખ પ્રકાશ ફુલતરિયા અને ગોપાલભાઈ સરડવાએ હાજરી આપીને સેવાકાર્યને બીરદાવ્યુ હતુ. આ કેમ્પને સફળ બનાવવા પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ ફુલતરિયારમેશભાઇ રૂપાલાકેશુભાઈ દેત્રોજાનાનજીભાઈ મોરડિયાપ્રોજેક્ટ ચેરમેન મનુભાઈ જાકાસણીયાદીપકભાઈ દેત્રોજામણીલાલ કાવરમહાદેવભાઈ ચિખલીયા તથા ઉમા ટાઉનશિપ પરિવારના રતિલાલ ભાલોડિયા અને તેમની સમગ્ર ટીમે સાથે મળીને જહેમત ઉઠાવી હતી 






Latest News