ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપીના આયામ સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ


SHARE





મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપીના આયામ સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ ૧૯૪૯ થી વિદ્યાર્થીહિત તેમજ રાષ્ટ્રહિત માટે કાર્યરત વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.વિદ્યાર્થી પરિષદએ માત્ર શિક્ષણ જગત પુરતુ સીમિત નથી પરંતુ વિધાર્થીઓ પણ સમાજને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેવી ભાવના સાથે કોરોના જેવી મહામારીમાં પણ તંત્ર અને સમાજ સાથે ખડે પગે ઉભુ રહ્યુ હતુ.તે જ રીતે એબીવીપીના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ અંતર્ગત આગામી ૨૩ માર્ચ એટલે કે શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયેલ છે.

તા.૨૩-૩ ના રોજ આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી યોજાશે.રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.વિદ્યાર્થીમિત્રો તેમજ સર્વે નાગરિકો આ કેમ્પમાં જોડાય તેવી એબીવીપી પરિવારે અપિલ કરેલ છે.તદ ઉપરાંત આગામી સમયમાં કોલેજ કેમ્પસોમાં બ્લડ ડિરેક્ટરીની રચના પણ કરાશે.આ કાર્યક્રમના ઇન્ચાર્જ શક્તિસિંહ ઝાલા નગર સંયોજક(મો.૯૬૮૭૫ ૩૫૯૩૯) તેમજ રાજદીપસિંહ જાડેજા નગર હોસ્ટેલ સંયોજક (મો.૮૨૩૮૩ ૧૫૬૦૦) હોય વધુ માહિતી માટે તેમનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News