વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કર્મનિષ્ઠ કર્મચારીઓ-વેપારીઓને એવોર્ડ આપીને કરાયું સન્માન


SHARE





મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કર્મનિષ્ઠ કર્મચારીઓ-વેપારીઓને એવોર્ડ આપીને કરાયું સન્માન

મોરબી ખાતે છેલ્લા ૨૫ વર્ષથી મોરબી શહેર અને જિલ્લા કક્ષાનું ગ્રાહક સુરક્ષા મંડળ ચલાવી રહેલા લાલજીભાઈ મહેતા દ્વારા સંસ્થાના ૨૫ વર્ષ પૂરા થયા છે ત્યારે માજી સાંસદ  શિટના મહાનુભાવોના હસ્તે કર્મનિષ્ઠ કર્મચારીઓ તેમજ પ્રમાણિક વેપારીઓ સહિતના લોકોના એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યા છે

ગ્રાહકોના હક્કહિત અને અન્ય ગ્રાહક પક્ષોના તકરાર નિવારણ માટે માર્ગદર્શન આપવા માટે ગ્રાહક સુરક્ષા મંડળની સ્થાપના મોરબીમાં ૨૫ વર્ષ પહેલા કરવામાં આવી હતી અને મોરબીમાં છેલ્લા ૨૫ વર્ષથી ગ્રાહક સુરક્ષા મંડળ ચલાવી રહેલા લાલજીભાઇ જે કામ કરી રહ્યા છે તે યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે કામ કરે છે અને ૨૫ વર્ષે સિલ્વર જ્યુબલી વર્ષ તરીકે ગ્રાહક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રમાણિક વેપારીઓ તેમજ જુદી જુદી સંસ્થાઓમાં કામ કરતાં કર્મનિષ્ઠ કર્મચારીઓને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ તકે કાર્યક્રમના પ્રમુખ અને રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી તથા રામધન આશ્રમ વાળા કથાકાર પૂજ્ય રતનબેન સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ તકે ગ્રાહક સુરક્ષા મંડળના આમંત્રણને માન આપીને બી.કે.નહેરુ, મહેશભાઈ ભટ્ટ, રમણીકભાઈ ઠુંમર, ઘનશ્યામસિંહ ઝાલા (નારાયણ સેવા સંસ્થા), આરતીબેન રાંકજા, રંજનબેન ચૌહાણ, હંસરાજભાઈ ગામી, ગિરધરભાઈ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા (ક્રિષ્ના ટ્રાવેલ્સ) સહિતના આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા આ તકે લાલજીભાઈ મહેતા દ્વારા પર્યાવરણ સમિતિમાં હિતેશભાઈ મહેતાની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના લાલજીભાઈ મહેતા, બળવંતભાઈ ભટ્ટ, હિતેશભાઈ મહેતા, રામભાઈ મહેતા, ધર્મેન્દ્રભાઈ ભટ્ટ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી 






Latest News