મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ કલબ ૩૬ ના પાર્કિંગમાં પડે ત્રણ કારમાં આગ લગતા બળીને ખાખ


SHARE







મોરબી નજીક આવેલ કલબ ૩૬ ના પાર્કિંગમાં પડે ત્રણ કારમાં આગ લગતા બળીને ખાખ

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઇ ગામ પાસે આવેલ કલબ ૩૬ માં પાર્ક કરીને મૂકવામાં આવેલ કારમાં અચાનક આગ લાગી હતી જેથી કરીને આસપાસમાં પડેલી અન્ય બે કાર પણ આગની ઝપેટમાં આવી જતાં કુલ મળીને ત્રણ કાર આગના લીધે બળીને ખાખ થઇ ગયેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઇ ગામ પાસે આવેલ કલબ ૩૬ માં ગયેલ પરિવારની કાર ત્યાં પાછળના ભાગમાં પાર્કિંગમાં પાર્ક કરીને મૂકવામાં આવી હતી દરમિયાન કોઇ કારણોસર એક કારની અંદર અચાનક આગ લાગી હતી અને ત્યારબાદ તે કારની આસપાસના પડેલ અન્ય બે કાર પણ આગની લપેટમાં આવી ગઈ હતી જેથી કરીને કુલ મળીને ત્રણ કારની ઝપેટમાં આવી જતાં આ બનાવની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી જો કે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો ત્યાં સુધીમાં ત્રણ કાર બળીને ખાખ થઇ ગઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જોકે કારમાં કયા કારણોસર આગ લાગી હતી તેની હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી




Latest News