વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ વિદ્યાલયની બાળાઑ સાથે એસપી તથા અધિકારીઓએ ધૂળેટી પર્વની કરી ઉજવણી


SHARE





મોરબીમાં વિકાસ વિદ્યાલયની બાળાઑ સાથે એસપી તથા અધિકારીઓએ ધૂળેટી પર્વની કરી ઉજવણી

મોરબીમાં તહેવારોની અનોખી ઉજવણી માટે જાણીતા યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા ધુળેટીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અને વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે ડીજેના તાલે ધુળેટી રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એસપી સહિતના અધિકારીઓએ ત્યાં હાજર રહ્યા હતા

દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે ધુળેટીના પાવન અવસર પર વિકાસ વિદ્યાલયની બાળાઓને રંગ ઉત્સવ” કાર્યક્રમ અંતર્ગત ડી.જેના તાલે ધુળેટી રમાડવામાં આવી હતી. અધર્મ પર ધર્મના વિજયરૂપે ઉજવાતા હોળી ધુળેટીના રંગોત્સવમાં જ્ઞાતિ જાતિના તમામ ભેદભાવ દૂર રાખીને પ્રેમમય સમરસતા અને સમાનતાના સથવારે મૈત્રીભાવ પ્રગટ કરાવનાર આ ઉત્સવને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ વિકાસ વિદ્યાલયની બાળાઓ માટે ઉજવવામાં આવ્યો હતો. જેમાં બાળાઓ મન મુકીને ડીજેના તાલે અને રંગોથી રમી હતી. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગમાં સભ્યો તેમજ જજ ચુનોતીમોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાબી ડિવિઝન પીઆઇ વિરલ પટેલ સહિતના અધિકારીઓ તેમજ વિકાસ વિધાયલના સંચાલક ભરતભાઈ નિમાવત તથા સ્ટાફ પરિવારના લોકો હાજર રહ્યા હતા

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના

જય વેલનાથ ગ્રુપ ઠાકોર સેના સમિતિ લાતિપ્લોટની ટીમ દ્વારા માટેલ માં ખોડિયારના દર્શન કરવાં જાતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં ઠંડા પીણાં લચ્છી રાખવામાં આવેલ હતા આ કેમ્પના આયોજક વિશાલ શેખાણીમનોજ થરેસાવિક્રમ ભોજવીયાઅજય વાઘેલાહિતેશ ઝાંઝરીયા, સુનિલ પાટડીયા, સતીશ પાટડીયા, પ્રવિણ સારલા, ભરત પાટડીયા, અજય પાટડિયા, ગિરીશ મજેઠીયા, બેચર ધામેચા, વિશાલ જંજવાડીયા સહિતના હતા 






Latest News