વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ
Breaking news
Morbi Today

ન માત્ર ગુજરાત પણ ભારતમાં એક માત્ર અહિયાં જ કરવવામાં આવે છે હોલીકાના લગ્ન !


SHARE





ન માત્ર ગુજરાત પણ ભારતમાં એક માત્ર અહિયાં જ કરવવામાં આવે છે હોલીકાના લગ્ન !

લગ્ન તો તમે ઘણા જોયા હશે પરંતુ હોલિકાના લગ્ન નહિ જ જોય હોય, પરંતુ ન માત્ર ગુજરાત પણ દેશની અંદર હોલીકાના લગ્ન જોવા હોય તો તમારે જવું પડશે મોરબીની બાજુમાં આવેલા વાડી વિસ્તારોમાં કેમ કે, ત્યાં વર્ષોથી સતવારા સમાજ દ્વારા હોળીના દિવસે માટીમાંથી હોલિકા કે જેને વેણી માં નું નામ દેવામાં આવે છે તેની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેના વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે અને ત્યારે બોલે છે રાસગરબા અને દેશી ફટાણાની રમઝટ.

કહેવાય છે ને “વાત જો હોય શ્રદ્ધાની તો તેમાં પુરાવાની કોઈ જરૂર રહેતી નથી” તે ઉક્તીને સાર્થક કરતા મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલા વાડી વિસ્તારોમાં ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક હોળી ધુળેટીના તહેવારમાં હોલીકાના લગ્ન કરાવવામાં આવે છે જો કે, આ લગ્ન માટે વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા માટીમાંથી બે પુતળા બનાવવામાં આવે છે અને હોલિકા રાક્ષસ કુળની હતી માટે તેનું પુતળું તેવું વિકરાળ બનાવવામાં આવે છે અને રાક્ષસની સાથે લગ્ન કરવા માટે આવે તે વરરાજા પર તેના જેવા જ હોય તેમ માનીને તેનું પુતળું પણ વિકરાળ બનાવવામાં આવે છે તેવું સતવારા વાડી વિસ્તારમાં રહેતા આગેવાન વસંતભાઇ લાલજીભાઈએ જણાવ્યુ હતું  

હોલિકા ભગત પ્રહલાદને ખોળામાં લઈને જયારે હોળીમાં બેઠા હતા ત્યારે તે કુવારા હતા અને કુવારા મૃત્યુ થયું હોવાથી વર્તમાન સમયમાં જે રીતે કોઈ કુવારા મૃત્યુ પામે તો તેની પાછળ જે રીતે લીલ પરણાવવા સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવે છે તેવી જ રીતે હોલીકાનો આત્મા લગ્નમાં રહી ગયો હોવાથી વર્ષો પહેલા ઘણા લોકોના લગ્નમાં યેનકેન પ્રકારે વિઘ્ન આવતા હતા જેથી તે સમયથી હોલિકા એટલે કે, વેણી માં અને શામ બાપના લગ્ન મોરબીની આસપાસના વિસ્તારોમાં આવેલ વાડી વિસ્તારોમાં કરાવવામાં આવે છે અને શામ બાપા તેમજ વેણી માં ની જાન વાડીએ વાડીએ ફરતી હોય છે આજે સવારથી જ મોરબીની ખેરની વાડી, ભાન્ડીયાની વાડી, વજેપર વાડી, વૈષ્ણવની વાડી, બવ્રાની વાડી, ઘુચારની વાડી, જેપુરિયાની વાડી, માંન્ગ્રાની વાડી, ભોલની વાડી, હદાનીની વાડી, રંગાણીની વાડી સહિતની કુલ મળીને ૧૪ જેટલી વાડીમાં આ લગ્ન પ્રસંગ રગેચંગે અને ધામધુમથી ઉજવાઈ છે

હિંદુ સંસ્કૃતિમાં જેટલા પણ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેના પાછળ કોઈને કોઈ ઉદેશ ચોક્કસ હોય છે તેવી જ રીતે દેશભરમાં આજે લોકો રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મોરબીના વાડી વિસ્તારમાં વેણી માં અને શામજી બાપના લગ્ન કરાવવામાં આવે છે અને દરેક વાડીમાં ઘરે ઘરે જઈને જે રાસ ગરબા સહિતની રમઝટ બોલાવવામાં આવતી હોય છે તેના થાકી જે પણ રકમ એકત્રિત થઇ છે તેમાંથી વાડી વિસ્તારના લોકો દ્વારા શેરી ગલ્લીઓમાં રખડતા કુતરા, અબોલ પક્ષી સહીના માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે આ પરંપરા આજકાલથી નહિ પરંતુ હાલમાં વાડી વિસ્તારમાં રહેતા પરિવારની પાંચથી સાત પેઢીઓ કરતા પણ પહેલાથી આ અનોખા લગ્ન કરવામાં આવે છે અને તેમાં તમામ લોકો કાયદેસરના લગ્નની જેમ જ જોડતા હોય છે

રંગોત્સવની ઉજવણી બધા જ કરે છે પરંતુ શા માટે રંગોત્સવ ઉજવાઈ છે તે આજકાલના યુવાનોને ખબર પણ નહિ હોય તે હક્કિત છે એવું કહેવાય છે કે, હોલિકાનું હોળીમાં દહન થઇ ગયું અને ભગત પ્રહલાદનો બચાવ થયો હતો તેનું ખુશીમાં રંગોત્સવ ઉજવાઈ છે જો કે, હોલીકાનું મુર્ત્યું થયું ત્યારે તેના લગ્ન થયા ન હતા જેથી હોલિકાના લગ્ન કરાવવામાં આવતા હોય તેવું કદાચ સમગ્ર ગુજરાતમાં એક માત્ર મોરબી શહેરમાં જ બનતું હશે






Latest News