હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ૧.૦૯ લાખની ચોરીના ગુનામાં બે મહિલા સહિત ચારની ધરપકડ


SHARE









મોરબીમાં ૧.૦૯ લાખની ચોરીના ગુનામાં બે મહિલા સહિત ચારની ધરપકડ

મોરબીના જૂના બસ સ્ટેશન પાસેથી રીક્ષામા બેઠેલ મુસાફરની નજર ચૂકવીને તેની પાસેથી રોકડા રૂપિયા ૧.૦૯ લાખની ચોરી કરવામાં આવી હતી જેની ભોગ બનેલા મુસાફરે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષામાં બેસાડી મુસાફરની નઝર ચુકવી રૂપીયા ચોરી કરનાર બે મહિલા સહિતના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી

બનાવની જાણવામાં મળતી માહિતી મુજબ ચુડાના જોરાવપરામાં રહેતા અબ્બાસભાઇ દાઉદભાઇ જરગેરાએ મોરબી સિટી એ ડિવિઝન પોઇલ્સ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તે જૂના બસ સ્ટેશન પાસેથી સી.એન.જી રીક્ષામા પેસેન્જર તરીકે બેસેલ હતા ત્યારે પાછળની શીટમા બેઠેલ બે સ્ત્રી તથા એક પુરૂષ એ તેની નજર ચૂકવીને તેની પાસે રહેલ રોકડા રૂપિયા ,,૯૦૦૦ ની ચોરી કરી છે જેથી કરીને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરા ચેક કરતાં જે રિક્ષામાં ફરિયાદી બેઠા હતા તે સી.એન.જી રીક્ષા મોરબી શહેરના અલગ અલગ રોડ ઉપરથી પસાર થતી જોવા મળી હતી

ત્યાર બાદ એ ડિવિઝનના રામભાઇ મઢ, ચકુભાઇ કરોતરા તથા તેજાભાઇ ગરચરને સંયુકત હકિકત મળેલ કે મોરબી ધુનડા રોડ તરફથી ચોરીમા ઉપયોગમા લેવાયેલ સીએનજી રીક્ષા શનાળા રાજપર ચોકડીએ આવે છે જેથી તે સી.એન.જી રીક્ષા ચેક કરતા તેમાથી ડ્રાયવર તેમજ બે મહીલા તેમજ એક પુરૂષ મળી આવ્યા હતા અને તેને વિશ્વાસમા લઇ પુછપરછ કરી હતી ત્યારે જુના બસસ્ટેન્ડથી બેઠેલા ફરિયાદી પાસેથી કાઢી લીધેલ રૂપિયા પણ તેની પાસેથી મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા અને રિક્ષા મળીને ૧.૫૯ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી કાજલબેન ઉર્ફે રેખાબેન કિશનભાઇ દેત્રોજા જાતે પટેલ (ઉ.૨૬) રહે. રાજકોટ હાજીડેમ માંડોડુંગર વાળીના પોકેટ કોપમા ગુન્હા સર્ચ કરતાં તે ચોરીઓના ૯ ગુન્હામા સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું

હાલમાં પોલીસે કાજલબેન ઉર્ફે રેખાબેન કિશનભાઇ દેત્રોજા રહે. જીડેમ માંડો ડુંગર, રાજકોટરેખાબેન પ્રતાપભાઇ કિશનભાઇ પરમાર રહે. કુબલીયાપરા શેરીનં .૫ રાજકોટમહેશભાઇ જયંતીભાઇ પીઠડીયા રહે. હાથીખાના શેરીનં .૧૬ રામજીમંદીર પાછળ રાજકોટ અને નવઘણભાઇ માત્રાભાઇ મુંધવા રહે. ખોડીયાર પરા રાજકોટ  વાળાનો સમાવેશ થાય છે અને હાલમાં પકડાયેલ કાજલબેન ઉર્ફે રેખાબેન સામે ગાંધીગ્રામમાં ત્રણ, યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં એકથોરાળા સ્ટેશનમાં એક, જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં એક, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક, જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો અગાઉ નોંધાયેલ છે




Latest News