હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા અનોખી રીતે હોળીની ઉજવણી


SHARE









હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા અનોખી રીતે હોળીની ઉજવણી

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દાતાઓના સહયોગથી સ્લમ વિસ્તારના બાળકોને પિચકારી, કલર અને ફુગ્ગા વિતરણ કરવામાં આવ્યું. સ્લમ વિસ્તારના બાળકો પણ હોળી-ધુળેટીનો તહેવાર આનંદ, ઉલ્લાસથી ઉજવેએ આશથી દાતા અલ્પેશભાઈ ભરવાડ દ્વારા ૧૨૫ બાળકોને પિચકારી, કલર અને ફુગાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. પિચકારી મળ્યા પછીનો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.હોળીએ હિંદુ ધર્મનો ધાર્મિક તહેવાર છે આ તહેવારમાં પુણ્યનો મહિમા છે.નાના બાળકોએ ભગવાનનું રૂપ ગણાય છે અને આ બાળકોને ખુશ કરીને દાતાએ સમાજમાં નવો રાહ ચિંધ્યો છે.આ પરોપકારી કાર્યથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે.આ તકે ગ્રુપના સભ્યો દ્વારા દાતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ અજજુભાઇ, ઉપપ્રમુખ ઘનશ્યામ બારોટ, સંજય માલી, ધર્મેન્દ્ર મહેતા, ઓવીસ પટેલ, જયદીપ અઘારા, ભરત ઠાકોર, સચિન ચૌહાણ, શનિ ચૌહાણ, ઉત્સવ ઠક્કર, સાગર સંધવી, ઈમરાનભાઇએ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.દાતા અલ્પેશભાઇએ પણ હાજરી આપી હતી.




Latest News