વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ નજીક કારખાના પાસેથી ૨૪ બોટલ  દારૂ સાથે એક ઝડપાયો, એકની શોધખોળ


SHARE





 

મોરબીના ઉંચી માંડલ નજીક કારખાના પાસેથી ૨૪ બોટલ  દારૂ સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનાની પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબી ટીમે ત્યાં દારૂ ની રેડ કરી હતી ત્યારે ૨૪ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો હતો અને એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી પોલીસ દ્વારા હાલમાં ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઉચીમાંડલ ગામની સીમમાં આવેલ પર્થ કારખાનાની પાછળના ભાગમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની એલસીબીને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતાં મહિપતસિંહ ઘનશ્યામસિહ સોલંકી રહે. સુંદરી ભવાની તાલુકો હળવદ વાળો ૨૪ બોટલ દારૂ સાથે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૮૪૭૫ રૂપિયાનો દારૂ અને પંદર હજાર રૂપિયાની કિંમતનું બાઇક નંબર જીજે ૧૩ કેકે ૪૫૬૯ કુલ મળીને ૨૩૪૭૫ ના મુદ્દામાલને કબજે કર્યો હતો અને તેની પાસેથી પ્રતાપભાઈ ધીરૂભાઇ સોલંકી રહે. સુંદરી ભવાની તાલુકો હળવદ વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

દારૂની બોટલ

મોરબીના રેલવે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં રોહીદાસપરા તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે મેહુલભાઈ ઉર્ફે નરેન્દ્ર દિનેશભાઈ શુક્લ જાતે બ્રાહ્મણ (ઉંમર ૨૮) રહે. રોહીદાસપરા શેરી નંબર-૬ વાળા ની ધરપકડ કરે છે

દશી દારૂ

મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોક પાસેથી પસાર થતી જીતો ગાડી નંબર જીજે ૩ બી ડબલ્યુ ૧૬૫૩ ને રોકીને પોલીસે ચેક કરતા તે ગાડીમાંથી અઢીસો લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે પાંચ હજાર રૂપિયાની કિંમતનો દારૃ અને એક લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૧.૦૫ લાખના મુદ્દામાલ સાથે હાલમાં જીતેન્દ્રભાઈ અજીતભાઈ વાઘેલા (૩૨) રહે. રાજકોટ અને વિક્રમભાઈ નાગજીભાઈ વીકાણી (૨૩) રહે રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ભુપતભાઈ નાગજીભાઈ વીકાણી રહે. સનાળા મોરબી વાળાનું નામ સામે આવ્યો હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News