મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે રહેતી પરિણીતાને ફોનમાં મોડી રાતે વાત કરવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં કર્યો આપઘાત


SHARE







મોરબીના રવાપર રોડે રહેતી પરિણીતાને ફોનમાં મોડી રાતે વાત કરવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં કર્યો આપઘાત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને પતિ સાથે રાત્રે ફોનમાં વાત કરવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જેનું લાગી આવતા મહિલાએ એપાર્ટમેન્ટમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની અંદર ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર ગંગા દર્શન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ભગવતી એપાર્ટમેન્ટની અંદર હાલમાં રહેતા મૂળ નેપાળના રહેવાસી જનકભાઈ તમતાના પત્ની કલ્પનાબેન (ઉંમર ૩૩) એ ભગવતી એપાર્ટમેન્ટની અંદર બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની અંદર ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એસ. મેસવાણીયાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ મૃતક કલ્પનાબેનને તેના પતિ જનકભાઈ સાથે મોડી રાત્રે ફોનમાં વાત કરવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને લાગી આવતા તેણે આપઘાત કર્યો હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે અને મૃતક પરિણીતાને બે સંતાન હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે






Latest News