મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીને બેલા પાસે કારખાનાની ઓરડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે પકડાયા


SHARE





મોરબીને બેલા પાસે કારખાનાની ઓરડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે પકડાયા

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનાની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની વાતની મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ૧૮ બોટલ દારૂ સાથે બે શખસો ઝડપાયા છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ પોલો સેનેટરીવેર નાના કારખાનાની રૂમ નંબર ૫૭ ની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઓરડીમાંથી ૧૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૮૯૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં વિજયભાઇ શિવાભાઇ ઝાલા (ઉ.૨૬) રહે. પોલો સેનેટરીવેર મુળ રહે. રામપરાતા.ધ્રાંગધ્રા અને જગદીશભાઇ દિનેશભાઇ પારઘી (ઉ.૨૨) રહે. પોલો સેનેટરીવેર મુળ રહે. જશાપરતા.ધ્રાંગધ્રા વાળા મળી આવ્યા હતા જેથી કરીને આ બંને શખ્સોની પોલીસે દારૂના જથ્થા સાથે ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ત્યાંથી લઈને આવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સતનામનગર સોસાયટીના નાકા પાસેથી પસાર થઇ રહેલા એક શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે હાલમાં ૧૮૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબ્જે કરીને મીત હિતેશભાઈ ભટ્ટી (ઉંમર ૧૯) રહે. સતનામનગર સનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઇને આવ્યો હતો અને કોને આપવા માટે જતો હતો તે દિશામાં હાલમાં એ ડીવીઝન પોલીસે ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News