મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં બાંધકામ મંજૂરી વગરની મિલકતોના આસામીઓને પાલિકાના ફટકારી આખરી નોટિસ


SHARE





મોરબીમાં બાંધકામ મંજૂરી વગરની મિલકતોના આસામીઓને પાલિકાના ફટકારી આખરી નોટિસ

મોરબી શહેરમાં બાંધકામ મંજૂરી બાદ બાંધકામ વપરાશ અંગેના પ્રમાણપત્ર અને ફાયર એનઓસી માટે પાલિકા દ્વારા ધોકો પછાડવામાં આવ્યો છે. અને મોરબી પાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા હાલમાં શહેરના રહેણાંકવાણિજ્ય બાંધકામો તેમજ પાર્ટી પ્લોટસિનેમા હોલ અને સમાજની વાડી જેવા બાંધકામના ધારકોને નોટિસો આપવામાં આવી રહી છે

સરકારના આદેશ મુજબ પાલિકા વિસ્તારમાં બાંધકામ મંજૂરી બાદ બાંધકામ વપરાશ અંગેના પ્રમાણપત્ર ન હોય તેમજ ફાયર એનઓસી ન હોય તેવા બાંધકામોને સીલ કરવા કડક સૂચના આપવામાં આવી છે જેથી કરીને મોરબી પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આસામીઓને નોટિસો આપવામાં આવી રહી છે અને ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, ૧૫૦  જેટલા બહુમાળી, સુપર માર્કેટ તેમજ અન્ય કોમર્શિયલ બિલ્ડીંગો તેમજ હોલપાર્ટીપ્લોટસિનેમાઘર સહિતની મિલકતો કે જેના માલિકો પાસે બાંધકામ મજૂરી નથી તેને અત્યાર સુધીમાં બે નોટિસ આપવામાં આવી છે અને હાલમાં નિયમ મુજબ ત્રીજી આખરી નોટિસ આસામીઓને આપવામાં આવી છે જો બાંધકામ વપરાશનું પ્રમાણપત્ર કે ફાયર એનઓસી નહીં મેળવવામાં આવે તો મિલકતને સીલ કરવા માટેની કામગીરી કરવામાં આવશે






Latest News