મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનાં ૪૨,૫૭૦ બાળકોને આજથી કોરોના વેકસીન આપવાનું શરૂ


SHARE







મોરબી જિલ્લાનાં ૪૨,૫૭૦ બાળકોને આજથી કોરોના વેકસીન આપવાનું શરૂ

મોરબી જિલ્લાનાં ૧૨ થી ૧૪ વર્ષનાં બાળકોને કોરોના વેકસીન આપવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે અને જિલ્લામાં આશરે કુલ ૪૨,૫૭૦ બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવામાં આવશે જેમાં મોરબી તાલુકામાં ૧૭૯૪૬ટંકારમાં ૫૨૫૭માળીયા (મી.)માં ૩૧૧૧વાંકાનેરમાં ૯૯૯૨હળવદમાં ૬૨૬૪ વિદ્યાર્થીઓને તેઓની શાળામાં જ રસી આપવામાં આવશે

સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટેનું આયોજન કરેલ હોયતેના અનુસંધાને મોરબી જીલ્લામાં પણ આજથી ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાનું શરૂ કરાયું છે અને શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરતાં હશે ત્યાં જ તેને વેક્સિન આપવામાં આવશે અને શાળામાં અભ્યાસ ન કરતા હોય તેવા ૧૨ થી ૧૪ વર્ષના બાળકો નજીકની શાળા કે આરોગ્ય સંસ્થાના કોર્બીવેક્સ રસીકરણ સેશનમાં રસી મેળવી શકશે. તેમજ અગાઉ ૬૦ વર્ષ થી વધુ વયના કોમોર્બીડીટી ધરાવતા નાગરીકોનેજ પ્રીકોશન ડોઝ આપવામાં આવતો હતો તા.૧૬ થી ૬૦ વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. ત્યારે મોરબી જીલ્લાના તમામ વિધાર્થી વિધાર્થીનીઓ તેમજ તમામ જાગૃત વાલીઓને મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન હીરાભાઈ ટમારિયા તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરા તેમજ ડો વિપુલ કારોલીયાએ અપીલ કરી છે.

 

મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે

મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદો માટેની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૨૨ માર્ચને મંગળવારે સવારે ૯:૩૦ કલાકે સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજીનું મંદિર ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ છે અને ત્યારે રજિસ્ટ્રેશન પણ કરવામાં આવશે જેની ફી રૂપિયા ૨૦૦ રાખવામાં આવેલ છે. તેમ પ્રમુખ જે.એસ. ડાંગરે જણાવ્યુ છે 






Latest News