હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને આચર્યું વારંવાર દુષ્કર્મ


SHARE









હળવદના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને આચર્યું વારંવાર દુષ્કર્મ

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કામ કરીને પેટિયું રળવા માટે આવેલા પરિવારની સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવી હતી જેથી સગીરાને બે માસનો ગર્ભ રહી ગયો હતો અને હાલમાં ભોગ બનેલ સગીરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતીમાં રોજગારી મેળવવા માટે એક પરિવાર આવ્યો હતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો ત્યારે તેની સગીર વયની દીકરીને તે પરિવાર જ્યાં મજૂરી કામ કરતો હતો તેની બાજુના ખેતરમાં મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુરનો રહેવાસી જગદીશભાઇ દિનેશભાઇ તડવી નામના શખ્સે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને હવસનો શિકાર બનાવી હતી અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને ગર્ભ રાખી દીધો હતો હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ સગીરાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૭૬(૨), (જે)(એન), ૩૭૬(૩), ૫૦૬(૨) અને પોકસો કલમ ૪, ૫ (એલ) અને ૬ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂ

માળીયામીયાણા નવા રેલવે સ્ટેશન રોડ પર હસીનાબેન ઉર્ફે હસુબેન હનીફભાઈ મોવરના રહેણાંક મકાનની પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૨૦૦ લીટર દેશ દારૂનો આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૪૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

દેશી દારૂ
માળીયામીયાણા સાકરીયા વોકળાના કાંઠે દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૦૦ લીટર આથો મળી આવ્યો હતો તેમજ ૪૦ લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે કુલ મળીને ૨૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ મુદ્દામાલ કરીમભાઈ સીદીકભાઈ કટીયા રહે. માળિયા-મિયાણા વાળાનો સામે આવતા તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




Latest News