મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની રવાપર શાળામાં પાટીદાર શિક્ષક સમાજની બેઠક યોજાઈ


SHARE





મોરબીની રવાપર શાળામાં પાટીદાર શિક્ષક સમાજની બેઠક યોજાઈ

“હું નહિ આપણે” ના ધ્યેય સુત્રને સાર્થક કરવા મોરબી પાટીદાર શિક્ષક સમાજે મોરબી તાલુકામાં ફરજ બજાવતા પાટીદાર પ્રાથમિક શિક્ષકો માટેનું યુનિયન છે અને કોરોનાકાળ પહેલા દર બે માસે મોરબી પાટીદાર શિક્ષક સમાજની બેઠકો નિયમિત મળતી અને શૈક્ષણિક તેમજ સામાજિક ઉત્કર્ષ  માટેના પ્રકલ્પો હાથ ધરવામાં આવતા હતા

કોવિડ ૧૯ ની વિકટ પરિસ્થિતિના કારણે છેલ્લા બે વર્ષથી મોરબી પાટીદાર શિક્ષક સમાજની બેઠક મળી શકી ન હતી. હાલ કોરોનાની સ્થિતિ સામાન્ય બની જતા રવાપર તાલુકા શાળા મુકામે તાલુકાની દરેક તાલુકા શાળા વાઇઝ બે બે પાટીદાર શિક્ષકોને સામેલ કરી કોવિડ-૧૯ બાદની આ પ્રથમ પાયાગત  બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં આગામી સામાજિક અને શૈક્ષણિક પ્રોજેક્ટો,પ્રકલ્પો વિશે ચિંતન કરી જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું હતું

આગામી દિવસોમાં તમામ પાટીદાર શિક્ષક ભાઈઓ બહેનોને સદસ્યતા આપી સામાજિક વ્યાપ વધારી પાટીદાર શિક્ષક સમાજનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીના સિનિયર કાર્યાધ્યક્ષ નિતેશભાઈ એન.રંગપડીયા તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘના મહામંત્રી કિરણભાઈ કાચરોલાએ પાટીદાર શિક્ષક સમાજના વિકાસ અર્થે સંપૂર્ણ સહકાર અને એકજૂટતા બાબતે પોતાનો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો. મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલાએ “હું નહીં આપણે”ની ભાવનાને ચરીતાર્થ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

મોરબી પાટીદાર શિક્ષક સમાજના પ્રકલ્પકર્તા એવા શૈલેષભાઇ એન.ધાનજા અને સંદીપ બી.આદ્રોજાએ આવનાર સમય માટે આત્મીયતા અને એકાત્મતા બાબતે પોતાના વિચારો રજુ કર્યા હતા.શકત શનાળા (પ્લોટ) પ્રાથમિક શાળાના શિક્ષક હર્ષદભાઈ ટી. મારવાણિયાએ આ બેઠકનું સફળ અને સુચારૂ સંચાલન કર્યું હતું. રવાપર પે સેન્ટરના મુખ્ય શિક્ષક હિરેનભાઈ એન.ધોરીયાણી અને મદદનીશ શિક્ષક મુકેશભાઈ બરાસરાએ બેઠક અંગેની સંપૂર્ણ વ્યવસ્થા સુચારુ રીતે પૂર્ણ પાડેલ હતી. આગામી સમયમાં આ બેઠક બહોળા ફલક સાથે મળશે તેવું જણાવ્યુ હતું






Latest News