મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નવયુગ સંકુલ ખાતે અભ્યાસ વર્ગ યોજાયો


SHARE











મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નવયુગ સંકુલ ખાતે અભ્યાસ વર્ગ યોજાયો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે રાષ્ટ્ર કે હિતમે શિક્ષા..શિક્ષા કે હિતમે શિક્ષક.. શિક્ષક કે હિતમે સમાજના ધ્યેય સૂત્ર સાથે શિસ્તબધ રીતે કાર્ય કરતું સંગઠન છે, સંગઠનમાં કાર્યરત કાર્યકરો, મંડળ સંયોજકોએ કેવી રીતે કાર્ય કરવું? એ માટે નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ હતું

જેમાં દિનેશભાઈ વડસોલાશાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ નવયુગ શૈક્ષણિક સંકુલના પ્રમુખ પી.ડી. કાંજીયાએ સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા અને અભ્યાસ વર્ગની જરૂરિયાત વિશે વાતો કરી હતી પ્રથમ સત્રમાં મિલનભાઈ પૈડાએ સંઘ પરિચય આપ્યો ત્યારબાદ રાજ્ય મહાસઘના મંત્રી રતુભાઈ ગોળે અભ્યાસ વર્ગનું મહત્વ અને કાર્યકરોની મનો ભૂમિકા વિશે ચર્ચા અને ચિંતન રજૂ કર્યું ત્યારબાદ સત્ર- ૩ માં મુળજીભાઈ ગઢવી પ્રચાર મંત્રી પ્રાંત ટિમ અને હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી  સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા સંગઠનની કાર્ય પદ્ધતિ અને સદસ્યતા પ્રવાસ વિષય રજૂ કર્યો, કિશોરભાઈ શુક્લ સાર્થક વિદ્યાલયના સંચાલકે નવી શિક્ષણનીતિ શિક્ષણના પડકારો વિશે સત્ર લીધું હતું

તો અશોકભાઈ સતાસિયાએ હોદેદારોની જવાબદારી સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર  સાથેનો વ્યવહાર અને દિનેશભાઈ વડસોલા અધ્યક્ષે પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો? વગેરે વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. અને પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલકજી ડો.જયંતીભાઈ ભાડેસિયાસૌ શિક્ષક કાર્યકરોને હાલની સમગ્ર દુનિયા અને દેશ વિશે જુદાં જુદાં ધર્મો વિશે, શિક્ષણ પ્રણાલી વિશે વાત કરી હતી અને અંતમાં ડો.જ્યંતીભાઈ ભાડેસીયામાયાબેન ડાંગર મહિલા અધ્યક્ષ માળીયા, રસીકભાઈ ભાગીયા ટંકારા તાલુકા ઉપાધ્યક્ષ, રોહિતભાઈ ચીકાણી કાર્યકારી અધ્યક્ષ, હીમાંશુભાઈ સરવૈયા પ્રચાર મંત્રી ટંકારા, ધીરજલાલ જાકાસણીયા અને મેહુલભાઈ જાકાસણીયાને કારોબારી સભ્ય મોરબી તરીકે ઘોષણા કરી હતી.






Latest News