હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં આરટીઓ નજીક પુલ પાસે ટ્રક ડમ્પરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા


SHARE









મોરબીમાં આરટીઓ નજીક પુલ પાસે ટ્રક ડમ્પરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આરટીઓ નજીક પુલ પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઇકને અજાણ્યા ટ્રક ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું જેથી યુવાનને ઈજા થઈ હતી અને તેના યુવાનના ભાઈએ અજાણ્યા ટ્રક ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના મવડી ગામ પાસે રામધન પાછળ નંદનવન-૩ માં રહેતા ગૌતમભાઈ ગોવિંદભાઈ દોંગા જાતે પટેલ (૨૩) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના મોટા ભાઈ મયુરભાઈ ગોવિંદભાઈ દોંગા જાતે પટેલ (૨૫) રહે.ગાળા બાઇક નંબર જીજે ૩ કેકયું ૬૦૫૧ લઈને મોરબી બાયપાસ રોડ ઉપર આવેલ આરટીઓ નજીકના પુલ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેઓના ભાઈના બાઇકને અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લીધું હતું જેથી મયુરભાઈને હાથે-પગે અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી અને ટ્રક ડમ્પર ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી છુટયો છે જેથી કરીને હાલમાં પોલીસે મયુરભાઈના ભાઈની ફરિયાદ લઈને ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.હાલમાં મયુરભાઈને હોસ્પિટલે સારવારમાં ખસેડાયા છે.

અકસ્માત

મોરબીના પંચાસર રોડ ઉપર મેઇન કેનાલ પાસે રોલા રાતડીયાની વાડીમાં રહેતા ધીરજભાઈ ધનજીભાઈ પરમારે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હોન્ડા સિટી કાર નંબર જીજે ૧૦ એસી ૪૬૩૦ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના મોટાબાપુ અને ભત્રીજો અમરેલી ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓના બાઇક નંબર જીજે ૩૬ પી ૧૦૬૭ ને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી. જેથી ફરિયાદીના મોટાબાપુ મનજીભાઈ અરજણભાઈ પરમાર (૬૫) ને જમણા પગે ઢીચણમાં અને માથામાં ઇજા થવાથી તે અર્ધબેભાન થઈ ગયા હતા તેવી જ રીતે તેના ભત્રીજા ભરતભાઈ રામજીભાઈ પરમાર (૧૮) ને જમણા પગની ઘૂંટીમાં અને માથામાં ઇજા થતા તે પણ બેભાન થઈ ગયા હતા માટે બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે કાર ચાલકની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News