હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં અંજારથી માટેલ જતા પદયાત્રીને હડફેટે લઇને મોત નિપજાવનાર ટ્રક ચાલક ઝડપાયો


SHARE









મોરબીમાં અંજારથી માટેલ જતા પદયાત્રીને હડફેટે લઇને મોત નિપજાવનાર ટ્રક ચાલક ઝડપાયો

મોરબીના માળીયા હાઈવે ઉપર દાદાશ્રીનગર પાસે અજાણ્યા ટ્રક ચાલકે અંજાર તરફથી માટેલ તરફ જઇ રહેલ પદયાત્રીકોના સંઘ પૈકીના આહીર યુવાનને હડફેટે લેતા યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ જેમાં મૃતકના કૌટુંબીક ભાઇએ અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો જેમા પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર દાદાશ્રીનગરની પાસે રામદેવ હોટલ નજીક થોડા સમય પહેલા પગપાળા જઈ રહેલા લખુભાઇ જીવાભાઇ કાનગડ જાતે આહીર (ઉમર ૪૦) રહે.નગાવલાડીયા તાલુકો અંજાર (કચ્છ) નામના યુવાનને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લીધો હતો જેથી ઇજાગ્રસ્ત લખુભાઇ કાનગડને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન લખુભાઇ જીવાભાઇ કાનગઢ નામના ૪૦ વર્ષીય આહિર યુવાનનું મોત નિપજતાં  પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે કચ્છના અંજાર તાલુકાના નગાવલાડીયા ગામના વતની લખુભાઇ કાનગડ પદયાત્રીકોના સંઘ સાથે અંજાર બાજુથી મોરબીના માટેલ ગામે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે મોરબીના માળીયા હાઈવે ઉપર દાદશ્રીનગર પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે તેઓનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતુ.અકસ્માત બનાવ સંદર્ભે મૃતકના કૌટુંબિક ભાઇ પબાભાઈ ભયાભાઈ કાનગડ જાતે આહીર (૪૯) રહે.નગાવલાડિયાએ મોરબી તાલુકા પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેમા પીએસઆઇ વી.કે કોઠીયાએ અકસ્માત સર્જીને ભાગી છુટેલા અજાણ્યા ટ્રકના ચાલક નવીન જગાભાઇ કલોત્રા રબારી (ઉમર ૨૫) રહે.પધ્ધર(કચ્છ)ની ધરપકડ કરેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં ભીલવાસમાં રહેતા મંજુબેન છનાભાઈ સોલંકી નામની ૨૫ વર્ષીય મહિલાને તેના ઘેર પતિએ માર મારતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે યોગીનગર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં મગનભાઈ ઘોઘાભાઈ કુરીયા જાતે કોળી નામના ૪૨ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે તળાવ પાસે આવેલ બગીચામાં બેઠેલા નરેશ દુર્લભજીભાઈ સાકરીયા નામના ૨૫ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેણે પોલીસને જણાવ્યું હતું કે ગામમાં જ રહેતા ઇસમ દ્વારા મજાક મસ્તી કર્યા બાદ માથાના ભાગે પથ્થર ઝીંકી દેવાતા તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News