મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બ્રેઇન ડેડ કાંતિભાઈની બે કિડની અને લીવરથી ત્રણ લોકોને મળ્યું નવજીવન


SHARE





મોરબીના બ્રેઇન ડેડ કાંતિભાઈની બે કિડની અને લીવરથી ત્રણ લોકોને મળ્યું નવજીવન

મોરબીના કાંતિભાઈ ગરાળા સાયકલ ચલાવીને ઘરે જઇ રહ્યા હતા અને રસ્તામાં એકા-એક કુતરું આવી જતા તેઓએ સંતુલન ગુમાવ્યું હતુ અને રસ્તા પર ઢળી પડતા માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી જેથી તેનું બ્રેઇન ડેડ થયું હતું માટે અંગદાનનો તેના પરિવારજનોએ નિર્ણય કર્યો હતો અને તેની બે કિડની અને એક લીવરથી હાલમાં ત્રણ લોકોને નવજીવન મળ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા મોરબીના કાંતિભાઈ ગરાળા (૬૨) સાયકલ ચલાવીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં આદું કૂતરું આવતા તે પડી ગયા હતા અને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જો કે, તેને અતિગંભીર હતી જેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સ્થિતિ વધુ ગંભીર બનતા આઇ.સી.યુ.માં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેના પરિવારજનો વેઇટીંગ રૂમમાં બેઠા હતા ત્યારે ત્યાં લગાવવામાં આવેલ અંગદાનની માહિતીનું પોસ્ટર તેઓએ જોયું હતું અને ત્યાર બાદ બ્રેઇન ડેડ કાંતિભાઈના અંગદાન માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલના તબીબો સાથે ચર્ચા કરીને અંગદાન કર્યું હતું જેથી તેની બે કિડની અને એક લિવરથી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે






Latest News