મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે મકાનમાંથી ૩૨,૫૦૦ ના દારૂ-બિયર સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE





મોરબીના લીલાપર ગામે મકાનમાંથી ૩૨,૫૦૦ ના દારૂ-બિયર સાથે એક પકડાયો: એકની શોધખોળ

મોરબી તાલુકાના લીલાપર ગામે રહેણાંક મકાનમાં દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ૩૨૫૦૦ ની કિંમતના દારૂ અને બીયર સાથે એક શખ્સ ઝડપાયો હતો અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હતું જેથી પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબી તાલુકા પીઆઇ વી.એલ પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વી.જી.જેઠવાઅને સ્ટાફ કામ કરે છે ત્યારે પીએસઆઈને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફને સાથે રાખીને લીલાપર ગામે શંકર ભગવાનના મંદિર પાછળ વિજયભાઇ કેશુભાઇ કુરીયાના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી ભારતીય બનાવટની દારૂની ૭૨ બોટલો તથા બીયરના ૫૫ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે હાલમાં આરોપી રાકેશ ઉર્ફે ભુરો પરસોત્તમભાઇ આત્રેશા જાતે કોળી (ઉ.રર) રહે. લીલાપરશીતળા માતાજીના મંદિર વાળી શેરીતાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને ઘરધણી વિજયભાઇ કેશુભાઇ કુરીયા રહે. જુના લીલાપર વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News