મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાં લોડરની હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનારા શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીના કારખાનામાં લોડરની હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનારા શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ પાસે કારખાનામાં કારખાનામાં લોડર ચાલકે યુવાનને હડફેટે લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું અને હાલમાં આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ લોડરના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ પાસે આવેલ સહયોગ મિનરલ્સ નામના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરતાં આનંદસિંગ બહાદુરસિંગ નાયક નામના ૧૯ વર્ષના મજુર યુવાનને લોડર ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી આનંદસિંગ નાયકનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવમાં હાલમાં મૃતક યુવાનના પિતા બહાદુર કિશોર નાયક (ઉ.૪૦) ફરિયાદ લઈને લોડર નંબર જીજે ૩૬ એસ ૧૯૩૬ ના ચાલકની સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરેલ છે.






Latest News