મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ મેગા નેશનલ લોક અદાલતમાં ૩૮૯૫ કેસનો કરાયો નિકાલ


SHARE











મોરબીમાં યોજાયેલ મેગા નેશનલ લોક અદાલતમાં ૩૮૯૫ કેસનો કરાયો નિકાલ

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (NASA) નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા મોરબી જીલ્લાની તમામ અદાલતો તેમજ મોરબી જીલ્લાની ફેમીલી કોર્ટ ખાતે મુખ્ય જીલ્લા ન્યાયાધીશ એ.ડી.ઓઝાના માર્ગદર્શન હેઠળ મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું

આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો (MACP MATTERS), ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, ભરણપોષણના કેસો, LAR ના કેસો, બેન્કના દાવાઓ તથા પી.જી.વી.સી.એલ.ના કેસો સમાધાન માટે મુકેલા હતા અને લોકઅદાલતમાં કુલ ૪૬૫ કેસોમાં સુખદ સમાધાન થયેલું હતું તેમજ પ્રી-લીટીગેશનના કેસો (કોર્ટમાં દાખલ નહી થયેલ કેસો) માં કુલ ૧૦૭૪ કેસોમાં સુખદ સમાધાન થયેલું હતું તેમજ મેજીસ્ટ્રેટઓના સ્પેશીયલ સીંટીંગમાં ૨૩૫૬ કેસોનો નિકાલ થયેલ હતો અને તમામ કેસો મળીને કુલ ૨૫,૯૭,૫૯,૦૫૫ રકમનું સેટલમેન્ટ થયેલું હતું






Latest News