મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ


SHARE





મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ

મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૧ માસ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ એ.એચ.ટી.યુ.ની ટીમ કામ કરી રહી છે ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૧ માસ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી આરોપીને શોધી કાઢવા એલ.સી.બી.એસ.ઓ.જી. તથા એ.એચ.ટી.યુ. સ્ટાફના માણસોની ટીમો બનાવી ગુજરાતમધ્યપ્રદેશરાજસ્થાન વિગેરે રાજ્યમાં તપાસ કરી હતી ત્યારે એ.એચ.ટી.યુ.ના દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ હતી કેઆરોપી અને ભોગ બનેલ સગીરા રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જિલ્લામાં છે જેથી પીએસઆઈ એ.એ.જાડેજા તથા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના માણસો ત્યાં ગયા હતા અને આરોપી નિકુંજ ભગવાનજીભાઇ સોરઠીયા (ઉ.૨૧) રહે. મુળ લોઠીયા તાલુકો જામનગર વાળો તથા ભોગ બનેલ સગીરા મળી આવેલ જેથી ચિત્તોડગઢ જિલ્લાના ગંગરાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ આજોલીયાકા ખેડા ખાતે આવેલ સેવન હોટલ ખાતેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવેલ છે






Latest News