મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પતિએ કાઢી મુકેલ પત્નીનું સમાધાન કરાવી ૮ માસની બાળકી સાથે અભયમની ટીમે મિલન કરાવ્યું 


SHARE







મોરબીમાં પતિએ કાઢી મુકેલ પત્નીનું સમાધાન કરાવી ૮ માસની બાળકી સાથે અભયમની ટીમે મિલન કરાવ્યું 

મહિલાઓ માટે હંમેશા કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ટીમે ફરી એક વાર કાબિલ એ  દાદ કામગીરી કરી છે. મોરબીમાં પતિએ ઝઘડો કરી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જોકે અભયમની ટીમે સમાધાન કરાવી ૮ માસની બાળકી સાથે માતાનું મિલન કરાવ્યું હતું.

આ અંગેની વિગત મુજબ એક ૩૦ વર્ષીય મહિલાએ ૧૮૧ માં કોલ કરી મદદ માંગતા અભયમ ટીમના કાઉન્સિલર મનિષા પરમાર, કોન્સ્ટેબલ કોકિલાબેન, પાયલોટ મિતેષભાઈ સહિતના મહિલાની મદદે દોડી ગયા હતા. કાઉન્સિલર મનિષા પરમારે પીડિત મહિલાનું કાઉન્સેલીંગ કર્યું હતું અને મદદની પુરી ખાતરી આપતા મહિલાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન દોઢેક વર્ષ પહેલાં પંચાસર રોડ પર રહેતા ૩૨ વર્ષીય યુવાન સાથે થયા હતા. તેમના પતિ રીક્ષા ચલાવે છે. તેમને લગ્ન સંસારમાં એક દીકરીનો જન્મ થયો હતો. જે હાલ ૮ માસની છે અને ત્રણ દિવસ પહેલા પતિ સાથે ઝઘડો થતા તેણે ઘરમાંથી કાઢી મુકતા મહિલા વાવડી રોડ પર રહેતા પોતાના પિયરમાં આવી ગઈ હતી. અને પતિએ આઠ માસની દીકરીને પણ લઈ જવા દીધી ન હોતી. 

મહિલાએ પોતાની હકીકતનું વર્ણન કરતા અભયમ ટીમ મહિલાને લઈ પંચાસર રોડ પર આવેલા તેમના ઘરે પહોંચી હતી. જ્યાં મહિલાના પતિ અને નણંદ હાજર હતા. તેમનું કાઉન્સેલિંગ કરી સૌપ્રથમ ૮ માસની બાળકી માતાને સોંપી દેવા સમજાવતા, બાળકી માતાને સોંપી દેવામાં આવી હતી. અને બાળકીનું માતા સાથે મિલન થતા માતાની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યા હતા, તેણીએ અભયમ ટીમનો આભાર માનેલ હતો. આ તરફ અભયમ ટીમ દ્વારા પતિનું કાઉન્સીલિંગ કરતા પતિએ પોતાનો બચાવ કર્યો હતો કે, મેં મારી પત્નીને કાઢી મૂકી ન હોતી, પરંતુ તે પોતાની રીતે જ બાળકને મૂકીને જતી રહી હતી. ત્યાર બાદ બન્ને પક્ષને સાંભળ્યા બાદ પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતમાં ઝઘડા થતા હતા. જેથી બન્નેને સુખદ સમાધાન માટે સમજાવતા બન્ને સમાધાન માટે પણ તૈયાર થયા હતા. આમ, અભયમની ટીમે એક માતાનું દીકરી સાથે મિલન કરાવવાની સાથે દંપતીના સુખી જીવન માટે સમાધાન કરવા માટે પણ તૈયાર કર્યા હતા




Latest News